તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
15 ઓગસ્ટ : 2020માં વરસાદ મન મુકીને વરસતા સિઝનનો કુલ વરસાદ 89.56 ઇંચ રહ્યો હતો. 24મી ઓગષ્ટે એક જ દિવસમાં સાત ઇંચ વરસાદ પડતા ખાડી પૂરની સ્થિતી સર્જાઇ હતી. આ સાથે ઊકાઇ ડેમ 345 ફુટ સાથે છલોછલ થયો હતો.92 દિવસ પછી કોઝ વે લોકો માટે ખુલ્લો મુકાયો હતો.
10 જાન્યુ.: માસમા ગામમાં વહેલી સવારે 150 ગેસ સિલિન્ડર લઇ જતા ટેમ્પોમાં દુર્ઘટના બની. સિલિન્ડર અડધો કિમી દૂર ઘરોની છત તોડીને પડયા હતા.
22મી જાન્યુ. : સારોલીમાં 9 માળની રધુવીર સિલિયમ માર્કેટમાં ભીષણ આગથી 300 કરોડનો માલ ખાક, ફાયરની ટીમે 650 ડિગ્રી તાપમાનમાં કામગીરી કરી.
25 સપ્ટેમ્બર : મધરાત્રીએ 3 વાગ્યે ઓએનજીસી પ્લાન્ટમાં ધડાકો થતા 50 ડિગ્રી તાપમાનમાં દિલધડક ઓપરેશન ચાલ્યું હતું.
ઇન્જેક્શન વેચવાનું કૌભાંડ
23 જુલાઇ : કોરોનાની સારવારમાં ઉપયોગી ટોસિલિઝુમેબ અને રેમડેસિવર ઇન્જેક્શન બ્લેકમાં વેચનારાઓ પર સુરત અને અમદાવાદમાં દરોડા પાડીને ત્રણ જણાને બ્લેકમાં ઇન્જેક્શન વેચતા પકડી પડાયા હતા. ત્યારબાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 25થી વધુ ઇન્જેક્શન કબજે કરતા શહેર ભરમાં ચર્ચા જાગી હતી.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.