તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 88 year old Grandfather Gets Vaccinated In Surat Civil, After Vaccinating Civil, Says Everyone Should Come Forward To Defeat Corona

રસીકરણ:સુરત સિવિલમાં 88 વર્ષના દાદાએ રસી લીધી, સિવિલમાં વેક્સિન મૂકાવ્યા બાદ કહ્યું, કોરોનાને હરાવવા તમામ લોકો આગળ આવે

સુરત4 મહિનો પહેલા
દાદાએ કોરોના રસી લઈને બીજો ડોઝ પણ લેવાની પણ તૈયારી દર્શાવી હતી.
  • કો-મોર્બિડ અને વૃદ્ધ થયેલા કાંતિલાલે સવારે રજીસ્ટ્રેશન કરાવી બપોર બાદ રસી લીધી

સમગ્ર દેશમાં કોરોના વેક્સિનેશનની શરૂઆત થઈ છે. વૃદ્ધો અને કો-મોર્બિડ લોકોને હાલ રસી મૂકાવવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલમાં નિઃશૂલ્ક રસી મૂકવામાં આવી રહી છે. ત્યારે સવારે રજીસ્ટ્રેશન કરાવીને સાંજ પહેલા જ 88 વર્ષના કાંતિલાલ મહેતાએ વેક્સિનેશન કરાવ્યું હતું. બાદમાં કહ્યું હતું કે, મને ચાલવાની અને પેશાબની બિમારી છે પરંતુ તેમ છતાં કોરોનાને હરાવવા માટે વ્હિલચેર પર રસી લેવા આવ્યો છું. જેથી તમામ લોકોએ રસીકરણ કરાવીને કોરોનાને હરાવવો જોઈએ.

કાંતિલાલ બાદ તેમના પત્નીએ પણ રસી સિવિલમાં લીધી હતી.
કાંતિલાલ બાદ તેમના પત્નીએ પણ રસી સિવિલમાં લીધી હતી.

સૌથી વધુ ઉમરના દાદા રસીકરણમાં નોંધાયા
સિવિલ હોસ્પિટલમાં રસી મૂકાવનારા કાંતિલાલ બબલ દાસ મહેતા (ઉ.વ.આ.88)નો જન્મ 26-2-1933 નો થયો હતો. બે સંતાન- કલ્પેશ અને નવીનના પિતા કાંતિલાલ કલ્પેશ સાથે આકાશ દીપ એપાર્ટમેન્ટ ખાતે રહે છે. કાંતિલાલને ચાલવાની અને પેશાબની તકલીફ છે. પત્ની લીલાબેન (ઉ.વ.આ. 78) સાથે રસી લીધી હતી.સુરત સિવિલ હોસ્પિટલમાં મોટી ઉંમરે રસી લેનાર પ્રથમ હોવાનું સામે આવ્યું છે. કાંતિલાલ અગાઉ પાલનપુરમાં કરીયાણાની દુકાન ચલાવતા હતાં.

હોસ્પિટલમાં વ્હિલચેરમાં આવીને રસી લીધા બાદ રસી સુરક્ષિત હોવાનું કહ્યું હતું.
હોસ્પિટલમાં વ્હિલચેરમાં આવીને રસી લીધા બાદ રસી સુરક્ષિત હોવાનું કહ્યું હતું.

2020-21માં દવાખાને આવ્યો-કાંતિલાલ
કાંતિલાલે કહ્યું કે, સામાન્ય તાવ સિવાય ક્યારે પણ કોઈ મોટી બીમારીમાં હોસ્પિટલમાં દાખલ થયો નથી. 2020-21 માં જ બે વાર હોસ્પિટલમાં દાખલ થયો હતો. પ્રોસ્ટેટનું ઓપરેશન માટે દાખલ થયો હતો. 15 વર્ષની ઉંમરે બાપાએ દુકાન કરી આપી હતી. જે 70 વર્ષની ઉંમરે બંધ કરી સુરત દીકરાઓ પાસે આવી ગયો હતો. બસ નાની મોટી બીમારીઓ હેરાન કર્યા કરે, મને ગર્વ છે કે, મેં કોરોનાની વેકસિન લીધી છે. કોઈ તકલીફ નથી, બસ હવે ઘરે જઈ આરામ કરીશ અને 28 દિવસ બાદ ફરી વેક્સિન લેવા આવીશ, આ વેકસીન બધા એ જ લેવી જોઈએ. જેથી કોરોનાને દેશવટો આપી શકાય.