તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 8749 People Aged 18+ Were Vaccinated On The First Day, Now Only 5 Thousand Will Be Vaccinated For A Week As There Are Only 50 Thousand Doses

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જવાબદાર યુવા, બેજવાબદાર તંત્ર:પ્રથમ દિવસે 18+ના 8749 લોકોએ રસી લીધી, હવે 50 હજાર જ ડોઝ હોવાથી એક સપ્તાહ સુધી માત્ર 5 હજારને જ રસી અપાશે

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
આયોજન નહીં હોવાથી વેક્સિન કેન્દ્રમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ ભંગ થયો હતો. - Divya Bhaskar
આયોજન નહીં હોવાથી વેક્સિન કેન્દ્રમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ ભંગ થયો હતો.
  • કતારગામમાં 18થી 44ની વયજૂથમાં સૌથી વધુ 1443 લોકોએ જ્યારે શહેરમાં 45થી વધુની ઉંમરના 15 હજાર લોકોએ વેક્સિન મૂકાવી
  • રજિસ્ટ્રેશન છતાં ટેકનિકલ ખામીથી વેક્સિન ન મળી, કેટલાક કેન્દ્રો 2-2 કલાક મોડાં શરૂ કરાયાં, યુવાઓ કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યાં

શનિવારથી ત્રીજા ચરણમાં વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું હતું. 18થી 44 વર્ષની વયના લોકો માટે શહેરના 50 કેન્દ્રો ખાતેથી સવારે 10થી 6 સુધી રસી મુકવામાં આવી હતી. કુલ 8449 યુવાઓએ રસી મુકાવી હતી. પ્રત્યેક સેન્ટર ખાતે 200 લોકોને રસી મુકવામાં આવી હતી. સૌથી વધુ કતારગામમાં 1443 લોકોએ રસી લીધી હતી જ્યારે સૌથી ઓછી રસી સેન્ટ્રલ ઝોનમાં 838 લોકોએ જ લીધી હતી. જોકે પાલિકાએ પ્રથમ દિવસે 10 હજાર લોકોને રસી મુકવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો પરંતુ વેક્સિનના ડોઝ ઓછા હોવાથી અને આયોજનના અભાવે આ લક્ષ્યાંક હાંસલ કરી શકાયો ન હતો.

આવતી કાલે પણ રસી આપવામાં આવશે, પરંતુ પાલિકા પાસે હાલમાં માત્ર 50 હજાર રસીનો જ જથ્થો હોવાથી પર્યાપ્ત માત્રામાં રસી આપવામાં નહીં આવે તેવું પાલિકાના અધિકારીનું કહેવું હતું. આ અંદાજ મુજબ આગામી એક સપ્તાહમાં માત્ર 5 હજાર લોકોને જ વેક્સિન આપવામાં આવશે. પાલિકાએ અપીલ કરી હતી કે લોકો સ્લોટ મુજબ જ વેક્સિન લેવા આ‌વે જેથી અવ્યવસ્થા ઉભી ન થાય.

રસી લેવી એ અમારી નૈતિક ફરજ છે : જય અને રિતિકા
પરવત પાટિયાની સ્મીત રો હાઉસમાં રહેતો 18 વર્ષિય જય ગાંધી અને તેની 20 વર્ષિય બહેન રીતીકા સવારે લિંબાયતમાં સ્કુલમાં વેક્સિનેશન માટે પહોંચ્યા છે. બંને એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. જયે જણાવ્યું હતું કે જ્યારથી 18 વર્ષથી ઉપરના વયના લોકોને વેક્સિન આપવાની જાહેરાત થઈ ત્યારથી વેક્સિન લેવા ઉત્સાહિત હતા.

ઝોન18થી 44કુલ
સેન્ટ્રલ8381464
વરાછા8491442
સરથાણા12612160
રાંદેર13982191
કતારગામ14432085
લિંબાયત8221611
ઉધના8811641
અઠવા12572833
કુલ874915374

​​​​​​​

રસી મૂકાવવા યુવાઓ તૈયાર હતા અને વહેલી સવારથી જ કેન્દ્રો ખાતે લાઈનો પણ લાગી હતી. પરંતુ પાલિકાનું યોગ્ય આયોજન નહીં હોવાના કારણે 50 પૈકીના સંખ્યાબંધ કેન્દ્રો ખાતે ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી. કેટલાક કેન્દ્રો ખાતે ટેકનિકલ ખામી આવતા પોર્ટલ ઠપ્પ થઈ ગયા હતા તો કેટલાક કેન્દ્રો ખાતેથી રસીનો જથ્થો જ નહીં મળતા કેન્દ્રો નિયત સમય કરતા બે-બે કલાક મોડા શરૂ કરવામાં આવ્યા હતા.જેથી સમય મુજબ કેન્દ્રો ખાતે આવી પહોંચેલા સંખ્યાબંધ યુવાનોએ કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો હતો.

બીજી તરફ, આગોતરું આયોજન નહીં હોવાના કારણે 18થી 44ની વયજૂથનાં લોકો અને બીજો ડોઝ લેવા માટે આવનારા 45થી વધુની ઉંમરના લોકો એક જ કેન્દ્ર ખાતે ભેગાં થઈ જતા ભારે હોબાળો થયો હતો.વરાછા વિસ્તારમાં તો લોકોએ અધિકારીઓ સામે ભારે રોષ ઠાલવી ઉધડો લીધો હતો. નાનપુરા, રુસ્તમરપુરા, ડીંડોલી, લિંબાયત, કતારગામ, વરાછા, અડાજણ, રાંદેર સહિતના વિવિધ કેન્દ્રો ખાતે અવ્યવસ્થા સર્જાઈ હતી. જો કે, પાલિકાએ કહ્યું કે, બધા એક જ સમયે પહોંચી જવાના કારણે અવ્યવસ્થા સર્જાઈ હતી.

અડાજણમાં ટોકન પણ ન હોવાથી હાથ પર નંબરો લખાયા
​​​​​​​અડાજણમાં ઇશિતા પાર્ક પાસે આવેલા સેન્ટરમાં શનિવારે વેક્શિન માટે આવનાર યુવાનોને હાથમાં ટોકન નંબર લખી આપવાનો વારો આવ્યો હતો. આ સેન્ટર પર અગાઉ ૪૫થી વધુ વર્ષની વ્યક્તિઓને વેક્સિનેશન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમને ટોકન પણ ફાળવી દેવામાં આવ્યા હતા. જોકે, બાદમાં તંત્રએ આ સેન્ટર પર ૧૮થી ૪૪ વર્ષ સુધીના લોકોને વેક્સિન આપવાની જાહેરાત કરવામાં જેેથી હોબાળો મચ્યો હતો. જોકે, બાદમાં સ્થાનિક સ્ટાફે રજીસ્ટ્રેશન કરનાર યુવાનોને હાથમાં જ ટોકન નંબર લખી આપીને આ ટોકનના આધારે વેક્સિન આપીને મામલો સંભાળી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો