સામાન્ય સભા:241 કરોડનાં ખર્ચે નવી સ્કૂલો, ફ્લાય ઓવર સહિત 86 નવા પ્રોજેક્ટ બનશે

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં અંદાજો મંજૂર
  • જહાંગીરપુરા-વરિયાવને જોડતો માર્ગ RCCનો બનાવાશે

પાલિકાની જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં અંદાજ, ટેન્ડર, સામાન્ય સભા મળી 241 કરોડના 86 કામો મંજૂર કરાયા છે. બેઠકમાં પાંડેસરા પત્રકાર કોલોની જંકશન ખાતે 65 કરોડના ખર્ચે ફલાય ઓવર અને જહાંગીરપુરા ઇસ્કોન સર્કલથી વરિયાવ ચેક પોસ્ટ સુધીનો 2 કિમીનો રોડ 20 કરોડના ખર્ચે સિમેન્ટ કોંક્રિટ બનાવવાના મહત્વના કામો મંજૂર કરાયા હતા. શિક્ષણ સમિતિની વિવિધ વિસ્તારોમાં 10 નવી શાળાના બાંધકામ અને 5થી વધુ શાળામાં માળ વધારાના કામોના અંદાજને પણ લીલીઝંડી અપાઇ હતી.

શહેરમાં અલગ અલગ નવા 5 હેલ્થ સેન્ટરો બનાવવા તથા સીમાડા જંકશનથી સરથાણા જકાતાનાકા સુધી ફલાય ઓવરબ્રિજને બ્યુટિફેકશન કરવાના કામને મંજૂરી આપવામાં આવી હતી. એજન્ડા પરના 70 અને વધારાના 16 કામો મળી કુલ 86 કામોમંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં સામાન્ય સભાના 202 કરોડ, જાણના 1.61 કરોડ, ટેન્ડરના 1.54 કરોડ, અંદાજના 10.61 કરોડ, વધારાના 34.85 કરોડ મળી કુલ 241.53 કરોડના કામોને મંજુરી અપાઇ હતી.

9 ચાર્જિંગ સ્ટેશનના સિવિલ વર્ક પણ કરાશે
શહેરમાં જુદા જુદા લોકેશન પર 50 ફાસ્ટ પબ્લિક ઈલેક્ટ્રીક વ્હીકલ ચાર્જીંગ સ્ટેશનો બનાવવામાં આવશે જે માટે હાલ 9 ચાર્જીંગ સ્ટેશનના સિવિલ વર્ક માટે જાહેર બાંધકામ સમિતિમાં 85 લાખના અંદાજોને મંજુરી આપવામાં આવી છે. જેમાં અઠવા ઝોન ઓફિસની સામે, ચોપાટીની બાજુમાં, રાહુલરાજ મોલની પાછળ, ટી.પી સ્કીમ નં. 4 સરસ્વતી સ્કુલ પાસે, વેસુ સાંઈ કુટિર સોસા. નજીક, વેસુ ફાયર સ્ટેશન, વેસુ રાજહંસ મોન્ટેસાની પાછળ, વેલેન્ટાઈન સિનેમાની પાછળ, પીપલોદ નાઈટ ફુડ પ્લાઝા નજીકના લોકેશન નક્કી કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...