‘ખુડા’નો ડ્રાફ્ટ DP જાહેર:ડ્રીમ સિટી-એરપોર્ટના નવા રનવે માટે 851 હેક્ટર જમીન અનામત

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુસદ્દો સરકારમાં રજૂ કરાયો
  • કુલ 48 ચોરસ કિમીના​​​​​​​ પટ્ટામાં નવો વિકાસ આકાર લઈ શકશે

ડાયમંડ બુર્સ પ્રોજેક્ટ સાથેના ખજોદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ખુડા)ના 48 ચોકિમી ક્ષેત્રફળને ડેવલપ કરવાનો મુસદ્દો મંગળવારે કલમ-9 હેઠળ સરકારમાં સબમિટ કરાયું હતું. આ ડ્રાફ્ટ વિકાસ યોજનાને સરકારની મંજુરીની અપેક્ષા સાથે સાદર કરાયેલા ડીપીને આવતીકાલે રાજ્યપત્રમાં કલમ-13 હેઠળ પ્રસિદ્ધ કરાશે. આ સાથે જ આગામી 60 દિવસની મહેતલ સાથે જાહેર વાંધા-સુચનો મંગાવવામાં આવશે.

આ મુસદ્દામાં ડ્રીમ સિટીના માસ્ટર પ્લાનને સમાવી લેવાની સાથે સુરત એરપોર્ટ ઓથોરિટી દ્વારા પેરેલલ સેકન્ડ રનવે માટે માંગેલી 851.49 હેક્ટર જમીન પણ રિજર્વેશન હેઠળ સમાવી લેવામાં આવી છે. ટીપી એક્ટની જોગવાઇ પ્રમાણે સુચિત વિકાસ યોજનાને પગલે સમગ્ર 48 સ્કવેર કિલો મીટરમાં વિકાસના નવા દ્વાર ખુલશે. સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (સુડા) વખતે જે મુજબ રોડના રિઝર્વેશન રખાયા હતાં. તેમાં કોઇ ફેરફાર ન કરી ખુડાનો ડીપી જાહેર કરાયો છે. એટલે સુડાની વિકાસ યોજના-2004 પ્રમાણે જ રસ્તાઓનું રિઝર્વેશન રાખવામાં આવ્યું છે.

2 મહિનાની મુદતમાં વાંધા-સૂચનો મંગાવાયાં
આ સાથે જ શહેરમાં પેરેલલ રન-વે નિર્માણને પણ મંજૂરી મળી જશે. જોકે સેકન્ડ રન-વે બનવાથી આસપાસના વિસ્તારમાં ગગનચુંબી ઇમારતો પર એરપોર્ટ ઓથોરિટીના નિયમ પ્રમાણે બ્રેક લાગી જશે. ખજોદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ટીપી એક્ટ પ્રમાણે વિકાસ કરવા પહેલાં આવતીકાલથી આગામી 2 મહિનાની મહેતલમાં જાહેર વાંધા તેમજ સૂચનો પણ મંગાવવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...