તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 85% Of Parents Agree To Send Students To School From Today: 'Masks Will Be Worn, Snacks And Water Will Be Brought From Home, Will Not Be Exchanged'

અનલોક:વિદ્યાર્થીઓને આજથી સ્કૂલે મોકલવા 85% વાલીઓની સંમતિ: ‘માસ્ક પહેરીને આવશે, નાસ્તો અને પાણી ઘરેથી જ લાવશે, આપ-લે નહીં કરે’

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
શાળાઓમાં ક્લાસરૂમ, બેન્ચ સેનેટાઇઝ કરાયા હતા. - Divya Bhaskar
શાળાઓમાં ક્લાસરૂમ, બેન્ચ સેનેટાઇઝ કરાયા હતા.
  • 4 માસ બાદ ધો. 12ના વિદ્યાર્થીઓ ફરીથી સ્કૂલે આવવાના હોવાથી ઢોલ-નગારાથી સ્વાગત કરાશે, પ્રથમ દિવસે આજે 4 જ પિરિયડ ભણાવાશે
  • હાજરી 25% ઓછી રહેવાની શક્યતા, ચેકિંગ માટે ડીઇઓએ ટીમો બનાવી, ગાઇડલાઇનનું પાલન નહીં કરનાર સ્કૂલ સામે કાર્યવાહી

કોરોનાની બીજી લહેરમાં 4 મહિના બાદ ધોરણ-12ના વિદ્યાર્થીઓ ગુરુવારથી સ્કૂલે જશે. પહેલા દિવસે વિદ્યાર્થીઓને 4 જ પિરિયડ ભણાવાશે. વિદ્યાર્થીઓને સ્કૂલે મોકલવા માટે 85 ટકા વાલીઓએ સંમતિપત્રક ભર્યા છે, મોટાભાગના વાલીઓએ કહ્યું કે, અમારા બાળકો માસ્ક પહેરીને આવશે અને નાસ્તો-પાણી ઘરેથી જ લાવશે, કોઈને આપશે નહીં. પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની હાજરી 25 ટકા ઓછી રહે તેવી સંભાવના છે. જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલોમાં ચેકિંગ માટે ટીમો બનાવી છે. કોરોના ગાઇડલાઇનનું પાલન ન કરનારી શાળાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી ડીઇઓએ આપી છે.

સુરત શહેર સાથે જિલ્લામાં ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની 741 શાળામાં 70 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શાળા સંચાલકોએ એવું પણ કહ્યું હતું કે, પહેલા દિવસે શાળાના શિક્ષકો નગારા અને તાળી વગાડીને વિદ્યાર્થીઓનું સ્વાગત કરશે. બુધવારે આખી શાળા અને વર્ગોને સેનિટાઇઝ કરી દેવાઈ હતી. એ સાથે જ થર્મલ ગન અને માસ્કનો સ્ટોક તૈયાર રખાયો છે .

કોવિડ ગાઇડલાઇન સાથે 25 કેન્દ્ર પર પરીક્ષા લેવાશે
જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોએ કહ્યું કે, 15 જૂલાઇથી ધો.10ની સાથે 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના રિપિટર વિદ્યાર્થીઓની પણ પરીક્ષા લેવાશે. ધો.10ના 16,967 વિદ્યાર્થીઓની પરીક્ષા 99 કેન્દ્રો, ધો.12ના 9,500 વિદ્યાર્થીઓની પરીક્ષા 25 કેન્દ્રો અને ધો.12 વિજ્ઞાન પ્રવાહના 3,177 વિદ્યાર્થીઓની પરીક્ષા 15 કેન્દ્રો પર લેવાશે. પરીક્ષા કોવિડ-19ની ગાઇડલાઇન અનુસાર લેવાશે.

પરીક્ષાર્થીઓ માટે હેલ્પલાઇન શરૂ કરાઇ
​​​​​​​શિક્ષણ બોર્ડના આદેશ અનુસાર રિપિટર અને ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષા માટે ડીઇઓ કચેરી ખાતે પરીક્ષા હેલ્પ લાઇન શરૂ કરાય છે. જેમાં વિદ્યાર્થીઓને પરીક્ષાને લગતા મુંઝવતા પ્રશ્નો બાબતે માર્ગદર્શન અપાશે. જે હેલ્પ લાઇન સવારે 9 થી રાત્રિના 8 વાગ્યા સુધી કાર્યરત રહેશે અને પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી આ હેલ્પલાઇન ચાલુ રાખવામાં આવશે. જેમાં એક્સપર્ટ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે.

60 ટકા ખાનગી કોલેજો પણ આેફલાઈન શિક્ષણ માટે તૈયાર
શિક્ષણ વિભાગે 15 જૂલાઇથી ધોરણ-12 સાથે અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોલેજો શરૂ કરવાનો આદેશ કર્યો છે. પણ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ હજી સુધી કોલેજ શરૂ કરવાનો પરિપત્ર કર્યો નથી. જેથી કોલેજોના આચાર્યો મૂંઝવણમાં મૂકાયા છે. આચાર્યો કહે છે કે સોમવાર સુધીમાં પરિપત્ર નહીં આવશે તો શિક્ષણ વિભાગના પરિપત્રને ધ્યાને રાખીને કોલેજ શરૂ કરી દેવાશે. 60 ટકા જેટલી કોલેજો ઓફલાઈન શિક્ષણ આપવા તૈયાર છે જેમાં મોટાભાગની ખાનગી કોલેજ છે એવું સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...