તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબુ:સિવિલમાં એક જ દિવસમાં 83 મોત, પહેલીવાર શહેર-જિલ્લામાં 833 કેસ

સુરત7 દિવસ પહેલા
 • કૉપી લિંક
મંગળવારે કાપડ બજારમાં ટેસ્ટિંગ માટે લાંબી લાઇનો લાગી હતી, પરંતુ ટેસ્ટ કીટો ખુટી પડતા અનેક લોકોને બીજા દિવસે આવવા જણાવાયું હતું. - Divya Bhaskar
મંગળવારે કાપડ બજારમાં ટેસ્ટિંગ માટે લાંબી લાઇનો લાગી હતી, પરંતુ ટેસ્ટ કીટો ખુટી પડતા અનેક લોકોને બીજા દિવસે આવવા જણાવાયું હતું.
 • સરકારી ચોપડે માત્ર 7 મોત બતાવાયા, 833 દર્દીઓ ગંભીર હાલતમાં
 • અઠવા ઝોનમાં સૌથી વધુ 109, રાંદેરમાં 100 જ્યારે વરાછા એ-બીમાં 121 કેસ
 • કાપડ બજારમાં ટેસ્ટિંગ માટે લાઇનો લાગી પણ કીટ ખૂટી પડી

સુરતમાં કોરોનાની સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. આધારભૂત સૂત્રોના કહેવા મુજબ સિવિલમાં 5 એપ્રિલથી 6 એપ્રિલ સવારના 7 વાગ્યા સુધીમાં 83 દર્દીનાં મૃત્યુ થયા છે. જોકે આમાં કોરોના અને નોન-કોવિડ દર્દીઓ હોવાનું પણ જાણવા મળ્યું છે. પરંતુ મોતનો આંકડો ચોંકાવનારો છે. સરકારે માત્ર 7 મોત જાહેર કર્યા છે. શહેર જિલ્લામાં પ્રથમવખત રેકર્ડબ્રેક 833 નવા કેસ નોંધાયા છે. જેમાં શહેરમાં 582 અને જિલ્લામાં 162 દર્દીનો સમાવેશ થાય છે. બીજી તરફ શહેરની સરકારી સહિત ખાનગી હોસ્પિટલોમાં 883 જેટલા દર્દીઓની સ્થિતિ ગંભીર છે.

સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પર 486 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જ્યારે બાયપેપ પર 110 અને વેન્ટિલેટર પર 13 દર્દી છે. તે જ રીતે સ્મિમેર હોસ્પિટલમાં પણ 207 દર્દી ઓક્સિજન પર છે. જ્યારે 50 બાયપેપ પર અને 17 દર્દી વેન્ટિલેટર પર સારવાર લઇ રહ્યા છે. રોજના 200થી વધુ દર્દીઓ માત્ર આ બે હોસ્પિટલમાં જ દાખલ થાય છે. અત્યાર સુધી શહેરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 69464 થઇ છે. જ્યારે મૃત્યુઆંક 1210 પર પહોંચ્યો છે. અઠવા ઝોનમાં સૌથી વધુ 109, રાંદેરમાં 100, સેન્ટ્રલ ઝોનમાં 68, વરાછા-એમાં 64, વરાછા-બીમાં 57, કતારગામમાં 79, લિંબાયતમાં 71 અને ઉધનામાં 67 કેસ નોંધાયા હતા.

સિટીલાઇટના કેક શોપના માલિક સહિતના સંક્રમિત
ખાનગી અને સરકારી ડોકટરો, યુનિ.ના વિદ્યાર્થીઓ, રિલાયન્સમાં જોબ કરનાર, ટેક્સટાઇલ વર્કર, નવીન ફ્લોરિન કંપનીના કર્મચારી, ન્યુ ઇન્ડિયા કો.ઓપ.બેન્કના કર્મચારી, ડિઝાઈનર, પીએસઆઇ, ટેક્સટાઇલ સાથે સંકળાયેલા, હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અને સિટીલાઇટ પર કેક શોપના વેપારી પોઝિટિવ આવ્યા હતા.

વરાછાના સેનેટરી ઇન્સ્પેક્ટરનું રાત્રે મોત થઇ ગયું અને સવારે સિવિલ હોસ્પિટલે સગાને કહ્યું, દર્દી ગંભીર છે
વરાછા ઝોનમાં સેનેટરી ઇન્સપેકટર તરીકેની ફરજ બજાવતા મોહમંદ હનીફ મુસાભાઇ ચોપડાને 1 એપ્રિલના રોજ નવી સિવિલ હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓને શ્વાસ લેવામાં તકલીફ સાથે ન્યુમોનીયા થયું હતું. તેમને ઓક્સિજન પર બાયપેપ પર મુકવામાં આવ્યા હતા. દરમ્યાન આજે મંગળવારે સવારે 11 વાગે પરિવારજનો તપાસ કરવા જતાં હોસ્પિટલમાંથી તેમની સ્થિતિ ગંભીર હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ થોડી વાર રહીને ફરી તપાસ કરાતાં 5મીએ રાતે 11.15 વાગે અવસાન થયું હોવાનું ખબર પડી હતી. આમ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારીના આરોપ પરિવારજનોએ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો