બંદોબસ્ત:એકલા રાજમાર્ગ પર જ 82 કેમેરા લાગ્યા યાત્રા રૂટ પર 12328 જવાનો તૈનાત હશે

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
સહારા દરવાજા, બેગમપુરા, સલાબતપુરા સહિતના વિસ્તારોમાં રેપિડ એક્શન ફોર્સે ફ્લેગ માર્ચ કરી હતી. - Divya Bhaskar
સહારા દરવાજા, બેગમપુરા, સલાબતપુરા સહિતના વિસ્તારોમાં રેપિડ એક્શન ફોર્સે ફ્લેગ માર્ચ કરી હતી.
  • પોલીસકર્મી, હોમગાર્ડ, ટીઆરબી સહિતની ટીમો બંદોબસ્તમાં મૂકાશે

શુકવારે ગણેશ વિસર્જનને લઈ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 12328 જવાનો તૈનાત રહેશે. સાથે રેપીડ એકશન ફોર્સ અને એસઆરપીની ટુકડીઓ પણ હથિયારો સાથે સજ્જ રહેશે. આ વખતે રાજમાર્ગ પર જ 82 કેમેરા લગાડાશે. ઉપરાંત 15 ડ્રોન કેમેરાથી સંવેદનશીલ વિસ્તારોમાં વોચ રખાશે. 5 ફુટથી ઊંચી મૂર્તિઓને વિસર્જનનો સમય અને રૂટ અપાશે. અત્યાર સુધીમાં વિસર્જનની મંજૂરી માટે 5233 અરજી આવી છે. જેમાંથી 4255 મંજૂરી કરાઈ છે બાકીની પ્રક્રિયા ચાલુ છે. મોટી મૂર્તિઓનું ડુમસ, હજીરા કાંઠે વિસર્જન કરાશે. સાથે પોલીસ ફાયરના જવાનો સાથે દરિયા અને તાપી નદીમાં 3 બોટો દ્વારા પેટ્રોલિંગ કરશે

યાત્રા રૂટ-ઓવારાઓ પર આ રીતે બંદોબસ્ત હશે
2 એડીશનલ સીપી; 16 ડીસીપી { 28 એસીપી; 95 પીઆઈ; 237 પીએસઆઈ; 5000 પોલીસકર્મી; 5600 હોમગાર્ડ; 1350 ટીઆરબી; 3500 એફઓપી; 14 એસઆરપીની ટુકડી(એક ટુકડીમાં 72 કર્મીઓ છે) ; 1 રેપીડ એકશન ફોર્સ (એક ટુકડીમાં 70 કર્મીઓ છે)

80 મોડિફાઇડ બાઈક સાથે જવાનોનું પેટ્રોલિંગ
​​​​​​​1. કૃત્રિમ તળાવોમાં વિસર્જન વખતે આમલોકોને એન્ટ્રી નથી
2. કૃત્રિમ તળાવો પર કેમેરા લગાડી લાઇવ ટેલિકાસ્ટ કંટ્રોલરૂમ ખાતે થશે.
3. આ વખતે દરિયા-નદીમાં 3 બોટ પેટ્રોલિંગ કરશે
4. હજીરામાં 12 ક્રેન મૂકાશે, જેમાંથી 2 ક્રેન રિઝર્વ રહેશે
55 975 બોડી વોર્મ કેમેરાથી પોલીસ સજ્જ રહેશે
6. QRTની 8 ટીમ વજ્ર અને 2 બંકર વાહનો સાથે સંવેદનશીલ વિસ્તારોમાં સ્ટેન્ડ ટુ રહેશે
7. મોડિફાઇડ 80 બાઇક દ્વારા પોલીસ પેટ્રોલિંગ કરશે
8. ધર્મ કે વ્યકિતની લાગણી દુભાઈ તેવા ગીતો વગાડી શકાશે નહીં, આયોજકોએ અગાઉથી તકેદારી રાખવાની રહેશે
9. સત્યનારાયણ ભગવાનની કથા આગલા દિવસે કરવી, જેથી વિસર્જનના દિવસે વિલંબ ન થાય
10. ફક્ત રાજમાર્ગ પર જ 82 સીસીટીવી કેમેરા મૂકાશે
11. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ 15 ડ્રોન કેમેરાથી યાત્રા પર બાજ નજર રાખશે.

અન્ય સમાચારો પણ છે...