ચિરિપાલ ગ્રુપ પર ITના દરોડા:800 કરોડના બેનામી વ્યવહાર, 15 કરોડની જ્વેલરી પકડાઈ; 25 કરોડ રોકડા પકડાયા

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અમદાવાદ સહિત રાજ્યમાં 45 સ્થળે ITના દરોડા

ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે ચિરિપાલ ગ્રૂપ પર અમદાવાદ સહિત રાજ્યના 45 સ્થળે દરોડા પાડ્યા હતા. આઈટીને ગ્રૂપે કરેલા 800 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા છે. તપાસ દરમિયાન અત્યાર સુધી 25 કરોડ રોકડા તેમજ 15 કરોડની જ્વલેરી મળી આવ્યા છે. આ સિવાય 20 બેન્ક લોકર પણ મળ્યા છે. સાથે સાથે મોટાપ્રમાણમાં ડિજિટલ ડેટા મળ્યો છે.

અઠવાડિયા અગાઉ ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે ટેક્સટાઇલ, પેકેજિંગ, કેમિકલ અને સોલાર સાથે સંકળેયાલા ચિરિપાલ ગ્રૂપ પર દરોડા પાડ્યા હતા. 9 દિવસ ચાલેલી તપાસમાં કામગીરીમાં અધિકારીઓએ ફેકટરી, બંગ્લોઝ, ઓફિસ અને કર્મચારીઓના કેટલાંક ઠેકાણે પણ તપાસ કરી હતી. જેમાં અનેક પ્રકારના ડોક્યુમેન્ટ, માલનો સ્ટોક વગેરે મળી આવ્યા હતા જેનું સતત એક અઠવાડિયા સુધી સ્કેનિંગ ચાલ્યું હતું. ઓફિસના કમ્પ્યૂટર, લેપટોપ વગેેેરે પણ સ્કેન કરાયા હતા. જેના આધારે અધિકારીઓએ રૂપિયા 800 કરોડના બિનહિસાબી વ્યવહારો શોધી કાઢયા હતા. આ ઉપરાંત અધિકારીઓને મળેલા ડિજિટલ દસ્તાવેજોને એફએસએલના અધિકારીઓ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે.

કરોડોના અન્ડર બિલિંગ વ્યવહારો મળ્યા
તપાસ સાથે સંકળાયેલાં સૂત્રો કહે છે કે જે ડોક્યુમેન્ટ મળ્યા છે તેમાં કેટલાંક વ્યવહારો અન્ડર બિલિંગ છે. ખાસ કરીને જે ધંધાકીય સેલ છે તેમાં અન્ડર બિલિંગ કરાયુ છે. જેટલાંમાં માલ વેચાયો તેનું બિલિંગ ઓછઈ રકમનું કરવામાં આવ્યુ છે. જેથી ટેક્સ ઓછો ભરવો પડે.

રિઅલ એસ્ટેટમાં પણ બિનહિસાબી વ્યવહારો
તપાસમાં ગ્રુપના રીઅલ એસ્ટેટના રોકાણો પણ બિનહિસાબી મળી હતા. અધિકારીઓ કહે છે કે અનેક સોદા બતાવાયા નથી. હવે તેઓ એ ચકાસી રહ્યા છે કે આ રોકાણો કોના નામે છે. હવે કાર્યવાહી બેનામી મિલકતની ખરીદી તરફ જઈ શકે છે.

બેથી ત્રણ દિવસમાં 20 લોકરો ઓપરેટ કરાશે
અગાઉ 20 લોકર સિઝ કરાયા હતા જે હવે 2-3 દિવસમાં ઓપરેટ કરાશે. અત્યાર સુધી રોકડ અ્ને જ્વેલરી મળી કુલ 40 કરોડની મત્તા સીઝ કરાઈ છે. રોકડ બેન્કમાં જમા કરી દેવાઈ છે. હવે લોકરમાંથી શું નિકળે છે તેના પર સૌની નજર છે.​​​​

અન્ય સમાચારો પણ છે...