રેપના બનાવ:પોક્સો હેઠળ કોર્ટમાં 800 કેસ પેન્ડિંગ, 11 મહિનામાં બાળકીઓ પર રેપના 57 બનાવ

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બાળકીના 2 રેપ કેસમાં 5 દિવસમાં ટ્રાયલ પુરી કરનાર સુરત રાજ્યમાં પેહલું શહેર
  • વડોદ રેપ-હત્યા કેસમાં હવે સોમવારે તપાસ કરનાર અધિકારીની જુબાની લેવાશે

છેલ્લાં 15 દિવસમાં બાળકી પર બળાત્કારની 2 હચમચાવી નાંખે તેવી ઘટનાઓમાં કોર્ટમાં ઝડપથી ન્યાયિક પ્રોસિઝર હાથ ધરવામાં આવી છે. સતત 2 કેસમાં પાંચ જ દિવસમાં ટ્રાયલ પુરી કરનાર સુરત રાજયમાં પહેલું શહેર બન્યુ છે.

અલબત્ત, બળાત્કારના કેસમાં જ્યાં એક તરફ આરોપીઓને ઝડપથી સજા મળે એ માટેના પ્રયાસ થઈ રહ્યા છે ત્યાં બીજી તરફ ચિંતાજનક બાબત એ છે કે બાળકીઓ પરની બળાત્કારની ઘટનાઓ પણ અટકવાનું નામ લેતી નથી. વર્ષ 2021ના 11 મહિનામાં જ આવી 57 ઘટનાઓ બની છે જેમાં ફુલ જેવી બાળકીઓને પીંખી નાંખવામાં આવી છે. તેમજ પોક્સો હેઠળ કોર્ટમાં કુલ 800 કેસ પેન્ડિંગ છે.વડોદની ઘટનામાં તો અઢી વર્ષની બાળકીનું ગળું દબાવી હત્યા કરી નાંખવામાં આવી હતી.

દેશના 150 કેસોનો ઝડપી નિકાલમાં સુરતના 75 કેસ માટેની પણ તૈયારી
જિલ્લા ન્યાયાલયમાં કુલ 4 પોક્સો કોર્ટ છે. જેમાં 800 કેસ પેન્ડિંગ છે. મોટાભાગે દરેક કોર્ટ પાસે એવરેજ 150થી વધુ કેસ છે. નોંધનીય છે કે અગાઉ પોક્સો કોર્ટમાં અન્ય કેસ પણ ચાલતા હતા, પરંતુ કાયદા વિભાગે તેમાં ફેરફાર કરીને ચારેય કોર્ટમાં માત્ર પોક્સોને લગતા કેસ જ ચાલે એવી વ્યવસ્થા ગોઠવી હતી. એટલે કડક લોકડાઉન જેવી સ્થિતિમાં પણ ચારેય કોર્ટમાં મળીને 25થી વધુ સજા કરાઈ હતી. આ અગાઉ સુરતમાં રેપની ઘટનામાં 2 આરોપીને ફાંસીની સજા અપાઈ છે.

દરમિયાન સૂત્રોની માનીએ તો દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણીમાં કુલ 150 કેસ જે સિલેક્ટ કરાયા છે તેમાં ઝડપથી આરોપીઓને સજા કરવાની તજવીજ હાથ ધરાઈ છે. સુરતથી તેમાં 75 કેસ થાય એવી પણ તૈયારીઓ ચાલી રહી છે. નોંધનીય છે કે શહેર પોલીસે પણ બળાત્કારની 3 ઘટનાઓમાં 10 જ દિવસમાં ચાર્જશીટ કરી છે. કોર્ટ પણ 12 વાગ્યા સુધી ચાલુ રહી હતી. મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા પણ ધારદાર દલીલો કરી છે.

વડોદ કેસમાં હવે સોમવારે ક્લોઝિંગ
વડોદમાં અઢી વર્ષની બાળકી પર બળાત્કાર-હત્યાના કેસમાં આજે પણ સાક્ષીઓ ચકાસાયા હતા. કુલ 45 જેટલાં સાક્ષીઓની સર-ઉલટ તપાસ થઈ ગઈ છે. હવે સોમવારે તપાસ કરનાર અધિકારીની જુબાની લેવાશે, ત્યારબાદ કલોઝિંગ અને આગળના દિવસમાં એફ.એસ. લેવાશે.

અન્ય સમાચારો પણ છે...