સુરત-બારડોલીના 80 રોકાણકારોએ સીમ્બા કોઈનમાં રોકાણ કરવામાં 2.75 કરોડ ડૂબ્યા હતા. આ ગુનામાં ઈકોસેલની ટીમે દિલ્હીથી ગુરુવારે અંકિત ચહર નામક ઠગને પકડી પાડયો છે. તે દિલ્હીમાં સોફટવેરની ઓફિસ ધરાવે છે અને પોતે એન્જીનીયર છે. જ્યારે સૂત્રધાર શશીકાંત અઢવ (રહે. અહમદનગર, મહારાષ્ટ્ર) અને સંગ્મેશ બસપ્પા હરલાપુર (રહે. બેંગલુરુ, કર્ણાટક) હજુ ભાગતા ફરે છે.
ત્રિપુટી ટોળકીએ રોકાણકારોને યુ.કે માં સીમ્બા કોઈનની કંપની બતાવી હજારોની સંખ્યામાં રોકાણકારો પાસેથી કરોડની રકમ લઈ નાસી ગયા છે. હાલમાં લેભાગુ ટોળકીએ વેબસાઇટ અને કંપની બંધ કરી ફરાર થયા છે. ચીટર ટોળકીએ સુરત રેલવે સ્ટેશન પાસેની બે હોટેલમાં સીમ્બા કોઈન બાબતે સ્કીમો સમજાવી હતી.
સીમ્બા કોઈનમાં રોકાણ કરાવી ઠગ ટોળકીએ ડેઇલી વળતર આપવાની લાલચ આપી હતી એટલું જ નહિ ઠગ ટોળકીએ ગોવા ખાતે ઈવેન્ટ રાખી હતી. જેમાં સીમ્બા કોઈન લોંચ કરવામાં આવ્યો હતો. જેના માટે 80 રોકાણકારો ગોવા પણ ગયા હતા. સુરતમાં કતારગામ, વરાછા, મોટાવરાછા, કાપોદ્રામાં રહેતા યુવકોએ સીમ્બા કોઇનમાં રોકાણ કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.