તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 80% Light In Solar Station Building Of Bullet Train In Surat Will Run On Solar Energy, Sewage Plant Will Also Be Constructed At The Station

ભાસ્કર વિશેષ:સુરતમાં બુલેટ ટ્રેનના ગ્રીન સ્ટેશન બિલ્ડિંગમાં 80% લાઇટ સૌર ઊર્જાથી ચાલશે, સ્ટેશન પર સુએજ પ્લાન્ટ પણ બનાવાશે

સુરત3 મહિનો પહેલાલેખક: મિલન માંજરાવાલા
  • કૉપી લિંક
બહારથી કંઇક આવું દેખાશે સુરત બુલેટ ટ્રેનનું ગ્રીન સ્ટેશન બિલ્ડિંગ. - Divya Bhaskar
બહારથી કંઇક આવું દેખાશે સુરત બુલેટ ટ્રેનનું ગ્રીન સ્ટેશન બિલ્ડિંગ.
  • પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે કન્સ્ટ્રક્શન મટિરિયલ ઉપયોગમાં લેવાશે

અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનને કેન્દ્ર સરકાર ઇકો ફ્રેન્ડલી બનાવવા જઈ રહી છે. આવું વિશ્વમાં પ્રથમ વખત થઈ રહ્યું છે. ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ અને નેશનલ હાઇ સ્પીડ રેલવે કોર્પોરેશન લિ.એ ગ્રીન રેટિંગ સિસ્ટમ તૈયાર કરી છે. જેમાં પર્યાવરણને બચાવી શકાય તે મુજબ ટ્રેનની સિસ્ટમ સાથે સ્ટેશનોની ડિઝાઇન અને કન્સ્ટ્રક્શન થશે.

સુરતના ગ્રીન સ્ટેશન બિલ્ડિંગમાં 80 % લાઇટ સૌર ઉર્જાથી ચાલશે તેમાં પણ 50 % સ્ત્રોત દિવસે સૌર ઉર્જાથી ચાર્જ થશે અને રાત્રે સ્ટેશનને વીજળી આપશે. સુરત ગ્રીન સ્ટેશનમાં ઇન્ટર મોડલ કોમ્પ્યુટર ટ્રાન્સપોર્ટની પણ સુવિધા હશે. જે સ્ટેશનના ટ્રાન્સપોર્ટેશનને અન્ય ટ્રાન્સપોર્ટેશનની સેવા સાથે જોડશે. આ સાથે જ બુલેટ ટ્રેનના ટોઇલેટના મળ-મૂત્રને એકત્ર કરી તેને સુએજ પ્લાન્ટમાં ટ્રીટમેન્ટ આપીને છોડાશે. જે માટે સ્ટેશન પર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ બનાવાશે.

રેઇન વોટર હાર્વેસ્ટિંગ સહિત પર્યાવરણને બચાવતી સિસ્ટમો હશે
હાઇ સ્પીડ રેલવે કોર્પોરેશન લિ.ના પ્રવક્તાએ જણાવ્યું કે, વિશ્વમાં પહેલી વખત અમે ગ્રીન રેટિંગ સિસ્ટમથી કામ કરી રહ્યા છે. બુલેટ ટ્રેનના સુરત સહિતના સ્ટેશન પર વોટર કન્ઝર્વેશન, સોલાર પેનલ, સુએજ પ્લાન્ટ અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ સહિતની સુવિધા હશે. કંસ્ટ્રક્શન મટિરિયલથી પણ પર્યાવરણને નુકશાન નહીં થશે.

અન્ય સમાચારો પણ છે...