દુર્ઘટના:સાઈદર્શન એપાર્ટ.માં શોર્ટસર્કિટથી આગ, 8 મહિલાઓને રેસ્ક્યુ કરાઈ

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કતારગામ કુંભારવાડની ઘટનામાં 30 મીટર બળી ગયાં
  • દુર્ઘટનાને પગલે ભાગદાેડ મચી, સદ્નસીબે જાનહાનિ ટળી

કતારગામ કુંભારવાડ ખાતે એક એપાર્ટમેન્ટમાં મંગળવારે સવારે મીટર પેટીમાં શોર્ટસર્કિટથી આગ ભભૂકી ઉઠતા ભાગદોડ મચી ગઈ હતી. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આગના કારણે ધુમાડો ઉપર તરફ જતા ફસાઈ ગયેલી 8 મહિલાને ફાયરબ્રિગેડે સહિસલામત નીચે ઉતારી હતી. સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી. તેવી જ રીતે રાણી તળાવ પાસે સોમવારે મોડીરાત્રે ત્રીજા માળે ફાયનાન્સ કંપનીની ઓફિસમાં આગ ભભૂકી ઉઠી હતી. જેમાં ફાઈલ તેમજ ફર્નીચર સહિતનો સામાન બળી ગયો હતો.

કતારગામ કુંભારવાડ સાંઈ દર્શન એપાર્ટમેન્ટમાં મંગળવારે સવારે ગ્રાઉન્ડ ફ્લોરમાં મીટર પેટીમાં શોર્ટસર્કિટના કારણે આગ ભભૂકી ઉઠતા ભાગદોડ મચી ગઈ હતી. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આગના કારણે ધુમાડો ઉપરની તરફ જતા એપાર્ટમેન્ટમાં ૮ મહિલાઓ ધુમાડામાં ફસાયેલી હતી. જેમને ફાયરબ્રિગેડે દાદર વાટે સહિસલામત નીચે ઉતારી હતી. સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી. જોકે એપાર્ટમેન્ટના ૩૦ જેટલા મીટર બળીને ખાખ થઈ ગયા હતા.

લાલગેટ પાસે ઓફિસમાં આગ ભભૂકી ઉઠી
લાલગેટ નજીક આવેલા રાણીતળાવની સાઈ બાબા આંખની હોસ્પિટલની ઉપર ત્રીજા માળે આવેલી ફાયનાન્સની એક કંપનીની ઓફિસમાં શોર્ટસર્કિટના કારણે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગવાના બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. ઓફિસમાં લાગેલી આગની આ દુર્ધટનામાં ઓફિસના કોમ્પ્યુટર, ફાઈલ, ફર્નિચર સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...