રેલવે વિભાગ:આજે રેલવેના બ્લોકથી સુરત-મુંબઈ સેન્ટ્રલ સહિત 8 ટ્રેન રદ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈ જતી ટ્રેનો સવારે 7થી બપોરે 3 સુધી બંધ
  • સૌરાષ્ટ્ર એક્સ. સહિત 36 ટ્રેન રીશિડ્યુલ કરાઈ

વનાગાંવ અને દહાણુ રોડ વચ્ચે બ્રિજ પર કાયમી ડાયવર્ઝનનું કામ હાથ ધરવા માટે આજે ટ્રાફિક બ્લોક લેવામાં આવશે. જેના 8 ટ્રેનો રદ રહેશે અને કેટલીક ટ્રેનો આંશિક રીતે રદ રહેશે. એ સાથે જ મુસાફરોની સુવિધા માટે કેટલીક ટ્રેનોને વધારાના સ્ટોપેજ આપવામાં આવશે.

અપ મેઇન લાઇન પર સવારે 7 વાગ્યાથી 3 વાગ્યા સુધી અને ડાઉન મેઇન લાઇન પર બપોરે 12.20 કલાકથી 01.20 કલાક સુધી 1 કલાકનો બ્લોક લેવામાં આવશે.સુરત-મુંબઈ સેન્ટ્રલ સહિતની 8 ટ્રેનો રદ રહેશે જયારે મુંબઈ સેન્ટ્રલ -પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ સહીતની 36 ટ્રેનો રી શિડ્યુઅલ કરવામાં આવી છે. આવી જ રીતે મહુવા -બાંદ્રા ટાર્મિનસ સહિતની 5 ટ્રેનોને વધારાના સ્ટોપજ અપાયા છે.

આજે રદ કરાયેલી ટ્રેનો
1.મુંબઈ સેન્ટ્રલ - સુરત એક્સપ્રેસ
2.બાંદ્રા ટર્મિનસ - સુરત એક્સપ્રેસ
3.બાંદ્રા ટર્મિનસ-અજમેર એક્સપ્રેસ
4. વિરાર-વલસાડ મેમુ
5.બાંદ્રા ટર્મિનસ - વાપી મેમુ
6.સુરત-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ
7.સુરત-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ
8. અજમેર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ

અન્ય સમાચારો પણ છે...