તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:RTOમાં 8 હજાર આરસી બુક ધુળ ખાય છે, વાહન માલિકો લેવા આવતા નથી

સુરત3 મહિનો પહેલાલેખક: મેહુલ પટેલ
  • કૉપી લિંક
  • સરનામા મળતા ન હોવાથી પોસ્ટ કર્મીને ધક્કા
  • અમદાવાદથી આરસી બુક પોસ્ટ કરાઈ છે

શહેરમાં 8000થી વધુ લોકો આરસી બુક વિના વાહન હંકારી રહ્યા છે. આરટીઓમાં 8000થી વધુ વાહનોની આરસીબુક લેવા માલિકો આવ્યા જ નથી. આરટીઓમાં ઢગલો થયેલી આરસી બુક લેવા લોકો ન આવતા વારંવાર એસએમએસ પણ કરાયા પરંતુ લોકોએ રસ દાખવ્યો ન હતો. હાલ વર્ષ 2018-19ની 2156, 2019-20ની 2356, 2020-21ની 2485 અને 2021-22ની 1159 મળી કુલ 8156 આરસી બુક ધૂળ ખાય છે. સુરતમાં રજીસ્ટર થતા વાહનોની આરસી બુક ડીસ્પેચનું કામ અમદાવાદની એજન્સી કરે છે. એજન્સી વાહન માલિકના સરનામે આરસી બુક પોસ્ટથી મોકલે છે. પણ જે તે સરનામે સ્વીકારનાર ન હોય આરસી બુક સ્થાનિક આરટીઓને મોકલી અપાઈ છે.

આવા અનેક કારણોસર RC બુક રિર્ટન થાય છે
આરટીઓમાં ઢગલો થયેલી આરસી બુક પાછળ એવા કારણો જાણવા મળ્યા છે કે, જે તે વાહનમાલિકે સરનામું બદલ્યું હોય, મોબાઈલ નંબર ખોટો આપ્યો હોય અથવા બંધ થઇ હોય,લોન ભરપાઈ ન થતા વાહન ખેંચાઈ ગયું હોય. કયારેક પોસ્ટ કર્મીને સરનામું મળતું ન હોય તો આરસી બુક રિર્ટન થાય છે.

અમે SMS કરી વારંવાર જાણ કરીએ છીએ
પોસ્ટ દ્વારા સુરત આરટીઓમાંં મોકલી અપાયેલી આરસી બુક લઈ જવા અમે જે તે વાહન માલિક દ્વારા આપવામાં આવેલા મોબાઈલ નંબર પર વારંવાર એસએમએસ કરી આરસી બુક લઈ જવા જણાવીએ છીએ.જોકે રોજ માંડ 5થી 7 લોકો જ આરસી બુક લેવા આવતા હોય છે. > હાર્દિક પટેલ,ઇન્ચાર્જ આરટીઓ,સુરત

અન્ય સમાચારો પણ છે...