તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:સુરતમાં મહિધરપુરાની 8થી વધુ શેરીઓ સીલ, હીરા બજારમાં ફરજિયાત વેક્સિનેશન કરાવવા માટે પ્રયાસ

સુરત12 દિવસ પહેલા
પાલિકા દ્વારા આડસ લગાવી માસ ક્વોરન્ટીનના બેનર લગાવાયા.
  • ગીચ વસ્તીના કારણે કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાય તેવી શક્યતા

સુરત શહેરમાં કોરોના સંક્રમણનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં કોરોના ઉપર કાબૂ મેળવવો મુશ્કેલ થતું જતું હોય એવું લાગે છે. શહેરના મહિધરપુરા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના સંક્રમણના કેસ વધતા મોટીશેરી, ભૂતશેરી, નાગરશેરી, મણિયારાશેરી, વાણીયા શેરી, ગલેમંડી મોટીશેરી, ગુંદીશેરીના નાકા આગળ આડાસ મૂકી અને વાંસ, પતરા ઠોકીને બંધ કરી દેવામાં આવ્યા છે. અલગ અલગ આઠથી વધુ શેરીઓ બંધ કરી દેવાની ફરજ પડી છે. તાવના દર્દીની સંખ્યા વધતા નજીકની હોસ્પિટલ દર્દીઓ સંખ્યા વધી રહી છે. તંત્રએ મહિધરપુરા હીરા બજારમાં પ્રવેશવા પહેલાં ફરજિયાત વેક્સિનેશન કરાવવા માટે પ્રયાસ શરૂ કર્યો છે.

કોર્પોરેશન દ્વારા આડસ લગાડવાનું શરૂ કરાયું
સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ-અલગ શેરીઓમાં પ્રવેશ નિષેધ કરી દેવામાં આવ્યો છે. કોરોના સંક્રમણના કેસ વધતા કોર્પોરેશનની ટીમ દ્વારા બહારના લોકોની અવરજવર ઓછી રહે તે માટેના પ્રયાસો કર્યા છે. લોકોને પણ એકબીજાના સંપર્કમાં ન આવવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. મહિધરપુરા વિસ્તાર જુના સુરત વિસ્તારમાંનો એક છે. જેથી શેરીઓ ખૂબ જ સાંકડી છે અને ગીચ વસ્તીના કારણે અહીં કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાય તેવી શક્યતાઓને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા આડસ લગાડવાનું શરૂ કરાયું છે.

દુકાનો પણ બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી.
દુકાનો પણ બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી.

હીરા બજારના કારણે હજારોની સંખ્યામાં લોકોની અવરજવર
મહિધરપુરા વિસ્તારમાં હીરા બજાર આવેલું છે. જેને કારણે રોજના હજારોની સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. લોકો ખૂબ ઓછા પ્રમાણમાં વેક્સિનેશન કરાવી રહ્યા છે. મહિધરપુરા જેવા વિસ્તારમાં કે જ્યાં ડાયમંડના દલાલોની ઓફિસ મોટી સંખ્યામાં આવી છે. ત્યાં આગળ પ્રવેશવા પહેલાં ફરજિયાત વેક્સિનેશન કરાવવા માટે પ્રયાસ શરૂ કર્યો છે.

સાંકડી શેરીઓ અને ગીચ વસ્તીના કારણે સંક્રમણ ફેલાવાની ભિતીના કારણે કાર્યવાહી.
સાંકડી શેરીઓ અને ગીચ વસ્તીના કારણે સંક્રમણ ફેલાવાની ભિતીના કારણે કાર્યવાહી.

માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા
ગત વર્ષે જ્યારે સુરત શહેરમાં કોરોના સંક્રમણ જોવા મળ્યું હતું ત્યારે આ જ પ્રકારની સ્થિતિ સર્જાઇ હતી. માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં આડસ લગાડવાનું કોર્પોરેશન દ્વારા શરૂ કરાયું હતું. ગત વર્ષ જેવી સ્થિતિ અત્યારે પણ યથાવત જોવા મળી રહી છે. શહેરમાં વધતા સંક્રમણને કારણે માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો