- Gujarati News
- Local
- Gujarat
- Surat
- 8 Star Campaigners Including 2 BJP Chief Ministers, 3 Union Ministers Held 10 Public Meetings In 4 Hours, Traffic Jams Were Also Created Everywhere.
પ્રચારનું કાર્પેટ બોમ્બાર્ડિંગ:ભાજપના 2 મુખ્યમંત્રી, 3 કેન્દ્રીય મંત્રી સહિતના 8 સ્ટાર પ્રચારકોએ 4 કલાકમાં 10 જાહેરસભા ગજવી, ઠેર-ઠેર ટ્રાફિક જામ પણ સર્જાયો
સુરતમાં ભાજપે શુક્રવારથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. 4 કલાકમાં 2 મુખ્યમંત્રી, 3 કેન્દ્રીયમંત્રી સહિત 8 સ્ટાર પ્રચારકોએ 10 વિસ્તારોમાં ઉમેદવારોને જીતાડવા માટે જાહેર સભા ગજવી હતી. તમામ સભામાં સ્ટાર પ્રચારકોએ ભાજપની વિકાસ નીતિ, અનુશાષન, ધાર્મિક પર્યટન સ્થળોનો વિકાસ તેમજ સુરતીઓના મિજાજ-કામધંધાના ભરપેટ વખાણ કર્યા હતા. સ્ટાર પ્રચારકોએ ભાષણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાતથી દિલ્હી સુધીની સફળતાઓ પણ ગણાવી હતી.
હવે દંગા, માફિયા અને આતંકવાદ નહીં બુલડોઝર દોડે છે : યોગી
મોદીના વિઝન હેઠળ ગુજરાત દેશનું રોલ મોડેલ બન્યું ભૂપેન્દ્ર પટેલ
પંજાબમાં જુઠ્ઠું બોલી આવ્યા, હવે જનતાને સમજાઈ રહ્યું છે દેવેન્દ્ર ફડણવીસ
8 વર્ષના મોદીરાજમાં એક પણ ગોટાળાનો આરોપ નથી અનુરાગ ઠાકુર
મોદીએ શિવાજીના નૌકાદળના ધ્વજનું ચિન્હ લગાડ્યું પુરુષોત્તમ રૂપાલા