ગભેણી ચોકડી પાસે રોજ ટ્રાફિક જામ:2 કિલોમીટરનો ટ્રાફિક જામ દૂર કરવા 8 સ્પીડ બ્રેકર હટાવાયા

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક

સચિન જીઆઈડીસીના ગેટ નંબર 1 પાસે બોક્સ કલ્વર્ટનું કામ ચાલી રહ્યું હોવાથી ગભેણી ચોકડી પાસે રોજ 2થી 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થાય છે. જેના કારણે ગભેણી ચોકડી પાસેના બમ્પને 1 મહિનો હટાવવા માટે સચિન જીઆઈડીસી અને ઉદ્યોગકારો દ્વારા હાઈ-વે ઓથોરિટીને રજૂઆત કરવામાં આવ્યા બાદ મંગળવારના રોજ ગભેણી ચોકડી પાસેના 8 સ્પિડ બ્રેકરને એક મહિના માટે દૂર કરવામાં આવ્યા હતાં.

સચિન જીઆઈડીસીના ગેટ નંબર 1થી લઈને જીઆઈડીસીના રોડ નંબર 6 સુધી બોક્સ કલ્વર્ટ બનાવવાનું કામ નોટીફાઈડ ઓથોરિટી દ્વારા ચાલી રહ્યું છે. જેના કારણે જીઆઈડીસીમાં આવતા ઉદ્યોગકારોના વાહનોની સાથો સાથ માલ પરિવહન કરતાં વ્હીકલ હાઈ વે નજીક આવેલા ગેટ નંબર 2 અને ગભેણી ચોકડી નજીક આવેલા ગેટ નંબર 8થી પસાર થાય છે. આ વાહનોને ગભેણી ચોકડી પાસે હાઈવે ઓથોરીટીએ બનાવેલા બમ્પરથી ટ્રાફિક જામની સમસ્યા થઈ રહી છે.

સમસ્યા ઉકેલવા આ કાર્યવાહી કરાશે

  • એક મહિના માટે હંગામી ધોરણે 8 સ્પીડ બ્રેકર દૂર.
  • સવારે 10થી રાત્રે 11 વાગ્યા સુધી ટ્રાફિક કંટ્રોલ કરવા માટે અને અકસ્માતો ન થાય તે માટે પાંચ ટીઆરબી જવાન અને રાત્રીના સમય દરમિયાન 2 ટીઆરબી જવાન ફરજ બજાવશે.
  • રાત્રે અકસ્માત ન થાય તે માટે બેરિકેડ મૂકવા.
  • ઓવરબ્રિજ પરથી સ્પિડમાં આવતા વાહનો ચાલકો ગતિ ઓછી કરે તે અંગે સાઈન બોર્ડ લગાવાશે અને પીળા રંગની સ્પાર્કલ લાઈટ મુકાશે.
અન્ય સમાચારો પણ છે...