વ્યવસ્થા:ગણેશોત્સવમાં 8 સ્પેશિયલ ટ્રેનોને 38 વખત દોડાવાશે, 11 ઓગસ્ટથી ટ્રેનોનું બુકિંગ શરૂ કરાશે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઉધના-મડગાંવ સહિતની ટ્રેનો જાહેર કરાઇ

ગણેશોત્સવ નિમિત્તે રેલવેએ 8 સ્પેશ્યલ ટ્રેનોના 38 ફેરા જાહેર કર્યા છે. ઉધના મડગાંવ સહિતની 8 ટ્રેનો અલગ અલગ ગંતવ્યથી મુસાફરોને મડગાંવ સહિતના રેલવે સ્ટેશને લઈ જશે. રેલવેના જણાવ્યા પ્રમાણે ઉધના -મડગાંવ સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન 10મીથી દર શુક્રવારે બપોરે 3:15 વાગ્યે ઉપડશે અને નવસારી,વલસાડ,વાપી,વસઈ રોડ સહિતના સ્ટેશને થોભી આગળ વધશે.

આ જ રીતે મુંબઈ સેન્ટ્રલ -સુરથકલ સ્પેશ્યલ ટ્રેન 4 ટ્રીપ મારશે. મુંબઈ-સેન્ટ્રલ મડગાંવ સ્પેશ્યલ ટ્રેન 6 ટ્રીપ મારશે. બાંદ્રા ટર્મિનસ-મડગાંવ એસી સ્પેશ્યલ ટ્રેન 6 ટ્રીપ મારશે. બાંદ્રા ટર્મિનસ-કુદલ સ્પેશ્યલ ટ્રેન 4 ટ્રીપ મારશે.બાંદ્રા ટર્મિનસ-મડગાંવ સ્પેશ્યલ ટ્રેન 4 ટ્રીપ મારશે. અમદાવાદ-કુદલ સ્પેશ્યલ ટ્રેન 4 ટ્રીપ મારશે અને વિશ્વામિત્રી-કુદલ સ્પેશ્યલ ટ્રેન પણ 6 ટ્રીપ મારશે. 11મીથી બુકીંગ ઓપન થશે.

અન્ય સમાચારો પણ છે...