લીગલ:60 હજારના ચેક બાઉન્સ કેસમાં 8 માસની સજા

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવાગામ ખાત રહેતા ફરિયાદી યશરાજ મૌર્યાએ મિત્ર મુકેશ પ્રસાદને 60 હજાર રૂપિયા ઉધાર પેટે આપ્યા હતા. જેની 4 મહિના બાદ ઉઘરાણી કરાતા ચેક અપાયા હતા. જે બાઉન્સ થતાં કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જ્યાં બચાવ કરાયો હતો કે રૂપિયા આપી દેવાયા છે અને ચેકનો દુરુપયોગ કરાયો છે. ઉપરાંત આરોપીએ ઉધાર નાણાં આપવાની ફરિયાદીની ક્ષમતા સામે જ સવાલ કર્યા હતા. જો કે, અંતે ફરિયાદ પક્ષની દલીલોના આધારે આરોપી મુકેશને આઠ માસની સજા અને રૂપિયા 1.20 લાખ ચૂકવવાનો હુકમ કરાયો હતો. ફરિયાદી તરફે એડવોકેટ વિનય શુક્લાએ દલીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...