તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

DCBની રેઇડ:અડાજણ દિવાળી બાગ ફલેટ્સમાં કાપડ વેપારી-હીરા દલાલ સહિત 8 જુગારી ઝડપાયા

સુરત18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 43 વર્ષીય મહિલા ઘરમાં જુગારધામ ચલાવતી હતી

અડાજણ પાટિયા દિવાળી બાગ ફલેટ્સમાં જુગાર રમાડતી મહિલા તેમજ હીરા દલાલ અને કાપડ વેપારીઓ સહિત 8 લોકોને પોલીસે જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.તેમની પાસેથી 23,221ની રોકડ કબજે લેવાઇ હતી.

બાતમીના આધારે ક્રાઇમબ્રાંચે રેડ પાડીને અડાજણ દિવાળી બાગ ફ્લેટમાં જુગાર રમાડતી 43 વર્ષીય મહિલા, દિનેશ ભોગીલાલ શાહ(55), વરસાદ દિનેશ શાહ(26) (કિંગ સ્ટોન, અડાજણ), હસમુખ કોટક (60)(વિઠ્ઠલનગર સોસા,વરાછા), ધીરૂ સોજીત્રા(63)(મણીબાગ સોસા, કતારગામ), સુધીર દોશી (57) (ક્રિશ રેસીડન્સી,પાલ), જયેશ પટેલ(56)(ઈચ્છાનગર સોસા,જહાંગીરપુરા) અને અનિલ શાહ(42)(સુર્યાજલિ બિલ્ડિંગ,અમરોલી)ની સામે કાર્યવાહી કરી છે. પકડાયેલા જુગારીઓમાં કાપડના વેપારીઓ અને હીરા દલાલી કરે છે.

જુગાર રમાડતી પકડાયેલી મહિલાના પતિની લોકડાઉનમાં નોકરી છુટી જતા તેણીએ ફલેટમાં જુગારધામ ચાલુ કર્યું હતું. જોકે બાદમાં તેના પતિની નોકરી લાગી જવા છતાં મહિલાનો બનેવી તેના મિત્રોને સાથે લઇને જુગાર રમવા આવતો હતો. પોલીસે રેઇડ કરી ત્યારે મહિલાનો પતિ હાલમાં હીરાના કારખાનામાં નોકરી કરે છે. પતિ નોકરીએ ગયો તે અરસામાં ફલેટમાંથી જુગારીઓ પકડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો