નાયલોન યાર્નના કિલો દિઠ ભાવમાં એક જ માસમાંં 8 રૂપિયા વધતાં વીવર્સ પર 8 કરોડનો બોજ વધશે. પેટ્રોલ અને ડિઝલના સતત ભાવ વધારો થઈ રહ્યો છે, જેની અસર સામાન્ય જનતાથી લઈને શહેરના ઉદ્યોગકારોપણ પડી રહી છે. શહેરમાં દર મહિને 10હજાર ટન નાયલોન યાર્નનો ઉપયોગ થાય છે. નાયલોન યાર્નમાંથીખાસ કરીને સાડી, કુર્તી, દુપટ્ટા સહિતની લેડિઝ ગાર્મેન્ટ સહિતની પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે છે. પ્રિકોવિડસ્તર કરતાં યાર્નના ભાવમાં ૧૦ ટકાનો વધારો થઈ ચૂક્યો છે, બીજી તરફ ડિમાન્ડ ૨૦ ટકા જેટલી ઓછી છે. ત્યાં ફરી છેલ્લાં એક મહિનામાં નાયલોન યાર્નના તમામ ડેનિયરમાં 8 રૂપિયાનો વધારો થયો છે.
ડોલર વધતા નાયલોન યાર્નના ભાવ વધ્યાં
‘ડોલરનો ભાવ સતત વધી રહ્યો છે, જેનાકારણે નાયલોન યાર્નના તમામ પ્રકારના ડેનિયરના ભાવમાં ૮ રૂપિયાનો વધારો થયો છે. આમ પણ માર્કેટમાં માંગઓછા છે બીજી તરફ યાર્નના ભાવ વધવાને કારણે વિવર્સોની હાલત કફોડી થઈ રહી છે.’ - અનિલ દલાલ , યાર્ન ડિલર એસોસિએશનના માજી પ્રમુખ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.