તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • 8 Crimes Registered Against Nabira After Student's Death In Peopled, Dumas Police Recorded 2, Umra Police Recorded 6 Crimes

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુદ્દામાલ કબ્જે:પીપલોદમાં છાત્રના મોત બાદ 8 નબીરા સામે ગુનો, ડુમસ પોલીસે 2, ઉમરા પોલીસે 6 ગુના નોંધ્યા

સુરત19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મોડીરાતે ધુમ સ્ટાઈલ જનાર 8 બાઈક કબજે

પીપલોદમાં કારગીલ ચોક નજીક બુધવારે સાંજે વિદ્યાર્થીના મોતની ઘટના બાદ ટ્રાફિક પોલીસે ટીમો બનાવી એસ.કે.નગર, રાહુલ રાજ મોલ, પોલીસ હેડ કવાર્ટર અને જોલી પાર્ટી પ્લોટ પાસે વોચમાં ગોઠવાઈ ગયા હતા. નબીરાઓ મોડીરાતે મોંઘીદાટ બાઇક પર રેસ લગાવતા હતા. જેથી ટ્રાફિક પોલીસે 17 વર્ષના સગીર સહિત 8 ચાલકોની સામે ગુનો નોંધી ધરપકડ કરી 8 બાઇક કબજે કરી છે. જેમાં 2 ગુના ડુમસ પોલીસમાં અને 6 ગુનાઓ ઉમરા પોલીસમાં દાખલ કરવામાં આવ્યા હતા. મોટા ભાગની કબજે કરેલી બાઇક 1 લાખની કિંમતની છે.

8 ચાલકો સામે કાર્યવાહી

 • અકિંત શશીકાંત મોદી(22)(રહે,અનુપ કુંજ રો હાઉસ,વેસુ)
 • ચેતન દિપલી અગ્રવાલ(25)(રહે,મેઘસર્જન એપાર્ટ, સિટી લાઇટ રોડ)
 • 17 વર્ષનો કિશોર(રહે,ભટાર)
 • રાહુલ અરવિંદ રૂંગટા(23)(રહે,શીવાલીક હાઇટસ,વેસુ)
 • મોહમદ ફૈયાઝ શેખ(29)(રહે,દિનાવિહાર સોસા,અડાજણ)
 • આમીર સિસાદ યુનુસ સિદાત(29) (રહે, દિનાવિહાર સોસા,અડાજણ)
 • ઈષાન પ્રમોદ ભટ્ટ(18)(રહે,સુમનસાગર નંદીની-3,વેસુ)
 • શેખ અબુમાઝ ઈમ્તિયાઝ(22)(રહે,ભાટીનાઅમન સોસા,ઉધના)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો