તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેન્ડર પ્રક્રિયા શરૂ:મેટ્રો ભવન, ડેપો નિર્માણ માટે 8 કંપનીઓએ બોલી લગાવી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂપિયા 334.13 કરોડનું લોએસ્ટ બિડર

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ગઇ ૪થી જાન્યુઆરીએ સુરત મેટ્રો પ્રોજેક્ટના લાઇન-૧ અંતર્ગત ડ્રીમ સિટી ખાતે મેટ્રો ડેપો અને મેટ્રો રેલ ભવનના નિર્માણ માટે ૩૪૬ કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથેનું ટેન્ડર રજૂ કર્યું હતું. ૨૨મી જૂનના રોજ આ પ્રક્રિયા અંતર્ગત વિવિધ એક્સપર્ટ ૮ કંપનીઓએ બોલી લગાવી હતી. હરોળમાં રહેલી ૮ કંપનીઓમાં આઇટીડી સેમેન્ટશનએ ૩૩૪.૧૩ કરોડની બોલી લગાવી સૌથી લોએસ્ટ બિડર તરીકે સામે આવી છે.

સુરત મેટ્રો પ્રોજેક્ટ હેઠળ ડ્રીમ સિટીથી સરથાણા સુધીના ૨૧.૬ કિમીના રૂટમાં ૧૪ એલિવેટેડ સ્ટેશન અને ૬ અન્ડર ગ્રાઉન્ડ સ્ટેશન છે. લાઇન-૧ના મહત્વપૂર્ણ વિકાસ કામમાં ડ્રીમ સિટી ખાતે ડેપો અને મેટ્રો રેલ ભવનના નિર્માણ માટે જીએમઆરસી દ્વારા પ્રસિદ્ધ કરાયેલાં ટેન્ડર માટે ૧૮ જાન્યુઆરીએ બિડને લઈને એક મહત્વની બેઠક મળી હતી. આ ટેન્ડર ૧૮ ફેબ્રુઆરીએ ખોલી નાખવાના હતાં.

જોકે, કોરોના મહામારીના લીધે આ કામગીરી મોડી પડી હતી. જેથી ૨૨મી જૂનના રોજ બિડ પર બોલી લગાવીને પ્રક્રિયા પૂર્ણ કરાઇ હોવાનું જાણવા મળ્યું હતું. આ નિર્માણ કામગીરીને 20 મહિનામાં પૂરી કરવામાં આવશે. આગામી સમયમાં મેટ્રોના કામને વેગ મળશે.જેથી સમયસર મેટ્રો સુવિધા મળવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...