વિરોધ પ્રદર્શન:બેંકોના ખાનગીકરણ મુદ્દે 7મી એ યુનિયનનું વિરોધ પ્રદર્શન

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તા. 29 નવે.થી 7 ડિસેમ્બર સુધી ધરણા

બેંકોના ખાનગીકરણ કરવાના મુદ્દે વિરોધ કરવા ગુજરાત બેંક વર્કર્સ યુનિયન દ્વારા 7મી ડિસેમ્બરે ધરણાં પ્રદર્શન કરી વિરોધ કરાશે. યુનિયન રાજ્યના વિવિધ શહેરોમાં 29 નવેમ્બરથી 7 ડિસેમ્બર સુધી ધરણાં પ્રદર્શન કરશે.

ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના સંગઠન મંત્રી વસંત બારોટ જણાવ્યું હતું કે, ‘સરકારે બજેટમાં બે બેંકો અને વીમા કંપનીઓના ખાનગીકરણ કરવાનું નક્કી કર્યું હતું. આના માટે બંધારણમાં સુધારો કરવાની જરૂર પડશે. સરકાર શિયાળુસત્રમાં બેંકિંગ રેગ્યુલેશન એક્ટ અને બેંકિંગ કંપનીઝમાં સુધારો કરવા જઈ રહી છે. સરકાર હાલ સુધીમાં મોટા ભાગના ઉદ્યોગગૃહો જેમણે બેંક ધિરાણ ચૂકતે કર્યા નથી તેમને 70થી 95 ટકા સુધીની રકમના ધિરાણની ચૂકવણીમાં રાહત આપી રહી છે.

હવે સરકારની યોજના મુજબ ઉદ્યોગગૃહોને બેંકો સોંપવાની યોજના ચાલી રહી છે. જે ઉદ્યોગગૃહોએ બેંકોંના ધિરાણ પુરા ભર્યા નથી તેવા ઉદ્યોગગૃહોને બેંકોનો કારોબાર સોંપવાની વાત છે. હાલ બેંકોમાં લગભગ વર્ષે થનારી 1 લાખ નવી ભરતી બંધ થઈ જશે, અનામત પ્રથા નાબૂદ થશે, બેકારી અને બેરોજગારીમાં વધારો થશે. બેંક કર્મચારીઓ સરકારના આ પગલાંનો વિરોધ કરી રહ્યાં છે. જેને લઈને તારીખ 29 નવેમ્બરથી 7 ડિસેમ્બર સુધી રાજ્યના અલગ અલગ શહેરમાં ધરણાં પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...