વેસુની સોમેશ્વર સોસાયટીમાં રહેતા કરીશ્માબેન દિનેશભાઈ ધનકાણી(42) રિંગરોડ ખાતે આવેલી ધનલક્ષ્મી માર્કેટમાં રીધમ ફેશનના નામથી કાપડનો વેપાર કરે છે. હરીયાણાના અંબાલા સિટી મેઈન રોડ ખાતે વાની સેલ્સ પ્રોપાયટર કિર્તીકુમાર કોહલીએ રિંગરોડ ટ્રેડ હાઉસમાં મીનુ એજન્સીના મનપ્રિતસિંગ બલબીન્દસિંગ સોની સાથે મળી ગઈ તા.13 નવેમ્બરથી 28 ડિસે. 2021માં ચલણથી કુલ રૂ.79,23,263નો કાપડનો માલ ઉધારમાં ખરીદ્યો હતો.
માર્કેટના ધારાધોરણ પ્રમાણે નક્કી કરેલી સમય મર્યાદામાં માલનું પેમેન્ટ ચુકવવાનું હતું. જોકે, કિર્તીકુમારે પેમેન્ટ ચુકવ્યું ન હતું અને અવાર નવાર ઉઘરાણી કરતા વાયદા કર્યા હતા અને પેમેન્ટ ચુકવ્યુ ન હતું. આખરે સલાબતપુરા પોલીસમાં વેપારી અને દલાલ સામે ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.