ક્રાઈમ:સુરતના કાપોદ્રાના યુવકને ક્રેડીટ કાર્ડમાંથી રોકડા કરાવી આપવાના બહાને 79 હજારની ઠગાઈ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુવકને છેતરપિંડી થયાનું ધ્યાનમાં આવતાં પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. (પ્રતિકાત્મક ફાઈલ તસવીર) - Divya Bhaskar
યુવકને છેતરપિંડી થયાનું ધ્યાનમાં આવતાં પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. (પ્રતિકાત્મક ફાઈલ તસવીર)
  • જીગ્રેશ ઠક્કરે કાર્ડની માહિતી મેળવી પૈસા ટ્રાન્સફર કર્યા બાદ પરત આપ્યા નહી
  • ઈન્ડિયન નેવીમાં હજીરા પોર્ટ પર નોકરી કરતાં યુવક સાથે છેતરપિંડી

ક્રેડિટ કાર્ડની રકમ રોકડમાં ફેરવવા જતા યુવકે 79 હજાર રૂપિયા ગુમાવ્યા હતા. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં આઈટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. કાપોદ્રામાં કારગીલ ચોક પાસે ઠાકોરદ્વાર સોસાયટીમાં રહેતા શરદ કનાલા ઇન્ડિયન નેવીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર હજીરા પોર્ટ ખાતે નોકરી કરે છે. શરદ છેલ્લા 3 મહિનાથી તેમના મિત્ર મૌલિક ભટ્ટનું એચડીએફસી બેંકનું ક્રેડિટ કાર્ડ વાપરે છે. નવેમ્બરમાં શરદને રૂપિયાની જરૂરત હોવાથી ક્રેડિટકાર્ડમાંથી રૂપિયા ફેરવવા આરોપી જીગ્નેશ રમેશચંદ્ર ઠક્કરને ફોન કરીને ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા ફેરવવાનું કહેતા તેણેે 1.1 ટકા કમિશન લાગશે એવું કહ્યું હતું.

શરદે 50 હજાર રૂપિયા કરાવવા કહ્યું હતું. શરદે તેને ક્રેડિટકાર્ડનો નંબર આપ્યો હતો. ત્યારે જીગ્નેશે કહ્યું કે એક સ્કીમ ચાલે છે. 79 હજાર રૂપિયા રોકડા કરાવશો તો 84980 રૂપિયા મળશે. તેથી શરદે 79 હજાર રૂપિયા રોકડા કરી એસબીઆઈના એકાઉન્ટમાં જમાં કરી આપવા કહ્યું હતુ. બાદ મૌલિકના ફોન પર ઓટીપી આવ્યો હતો. તે ઓટીપી જીગ્નેશને આપ્યો હતો. ત્યાર બાદ મેસેજ આવ્યો કે ક્રેડિટકાર્ડમાંથી 79 હજાર રૂપિયા ઉપડી ગયા હતા. પરંતુ શરદના એકાઉન્ટમાં રૂપિયા આવ્યા નહતા. આમ જીગ્નેશે ઓનલાઈન 79 હજાર રૂપિયાની છેતરપિંડી કરી હતી. ફરિયાદી શરદે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં જીગ્નેશ વિરુદ્ધ આઈટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.