સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિ દ્વારા આજે 2023-24નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં કેપિટલ કામો ઉપર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરીને સુરત મહાનગરપાલિકાના કમિશનરે કરેલા ડ્રાફ્ટ બજેટના અંદાજમાં સ્થાયી સમિતિએ કુલ 141 કરોડનો વધારા સાથેનો બજેટ રજૂ કર્યું છે.
મનપાનો 7,848 કરોડનું બજેટ મંજૂર
મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું તે 7,707 કરોડનું હતું. જેમાં કેપિટલ પ્રોજેક્ટ માટે 3,519 કરોડ રૂપિયાનો ખર્ચ નિર્ધારિત કરવામાં આવ્યો હતો. આજે સ્થાયી સમિતિ દ્વારા બે દિવસની મેરેથોન ચર્ચા કર્યા બાદ આજે બજેટ જાહેર કરાયું છે. બજેટમાં 141 કરોડના વધારા સાથે 7,848 કરોડનું બજેટ રજૂ કરાયું છે. જેમાં કેપિટલ પ્રોજેક્ટ માટે 3709 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે તેમજ રેવન્યુ ખર્ચ 4,338 રજૂ કરવામાં આવ્યો છે. સુરતમાં હાલમાં ચાલતા પ્રોજેક્ટની સાથે નવા પ્રોજેક્ટને લઈને આગામી વર્ષમાં કામ હાથ ધરવામાં આવશે. જેમાં સુરત મહાનગરપાલિકાના વહીવટી ભવનથી લઈને બ્રિજ નવા સીમાંકન કરેલા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા ડુમસ સિફેસ રીવર ફ્રન્ટ પ્રોજેક્ટ વગેરે તમામ મહત્વના પ્રોજેક્ટને આવરી લેવામાં આવ્યા છે.
307 કરોડને બદલે 301 કરોડ સુધી વેરો ઝીંકાયો
સુરત મહાનગરપાલિકા દ્વારા આવક ઊભી કરવા માટે રહેણાંક અને કોમર્શિયલ મિલકતો ઉપર 307 કરોડનો વધારાનો વેરો વસૂલવાનો નક્કી કરાયો હતો. પરંતુ આજે સ્થાયી સમિતિ દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમાં 301 કરોડનો વેરો વધારવામાં આવ્યો છે. કમિશનર દ્વારા રજૂ કરેલા બજેટમાં 6 કરોડ જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે. લોકોને અપેક્ષા હતી કે એના કરતાં પણ ઓછો અથવા તો કોઈ પણ પ્રકારનો વેરો વધારવામાં ન આવે. પરંતુ આખરે થાય સમિતિએ પણ તેને મંજૂરી આપી દીધી છે.
પીપીપી મોડલ ઉપર બજેટનો આધાર
સુરત મહાનગરપાલિકા પાસે આવકના સ્ત્રોત ખૂબ જ ઓછા છે તેને વધારવાનો પણ આ બજેટની અંદર પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ લોક ભાગીદારી ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ ભાડેથી આપવામાં આવશે. જેથી કરીને ત્યાંથી પણ આવકો ઊભી કરી શકાશે. શહેરના મોટાભાગના જે ગાર્ડન છે તે પીપીપી ધોરણે આપી દેવામાં આવશે. જેના થકી પણ સુરત મહાનગરપાલિકાને વધારાની આવક ઊભી થઈ શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.