તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:સુરતના કઠોર વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં દૂષિત પાણી ભળતાં 77 લોકોને હોસ્પિટલ ખસેડાયા, 6નાં મોત

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોગ્ય કથળતાં લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં આવ્યાં હતાં. - Divya Bhaskar
આરોગ્ય કથળતાં લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં આવ્યાં હતાં.
  • તંત્રની બેદરકારથી લોકોના આરોગ્ય સાથે ચેડા થયાની કમિશનરને લેખિતમાં ફરિયાદ કરાઈ

સુરત નજીકના કઠોર વિસ્તારમાં પ્રદૂષિત પાણી પીવાનાં કારણે લોકોના આરોગ્ય પર અસર પડી છે. શહેર સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિતની હોસ્પિટલમાં 77 દર્દીઓને દાખલ કરવામાં આવ્યાં છે. બિમારી ગામમાં ફેલાતા છ લોકોના મોત થોડા દિવસોમાં જ થયા હોવાનું જણાવીને કોંગ્રેસના અગ્રણી દ્વારા પાલિકા કમિશનરને લખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. તથા મૃતકોના પરિવારને સહાય કરવાની સાથે પાઈપલાઈનનું કામ ઝડપથી થાય તેવી રજૂઆત સાથે ફરિયાદ કરવામાં આવી છે.

પાણીની સમસ્યાથી લોકોમાં બિમારી ફેલાઈ હતી.
પાણીની સમસ્યાથી લોકોમાં બિમારી ફેલાઈ હતી.

વિવેકનગર કોલોનીમાં ભંગાણ પડ્યું
કઠોરની વિવેકનગર કોલોનીનાં વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડવાનાં કારણે સદર વિસ્તારનાં અનેક લોકોની પ્રદૂષિત પાણી પીવાનાં કારણે તબીયત બગડવા પામી હતી.પીવાના પાણીની લાઈનમાં ગટરનું પ્રદૂષિત પાણી ભેગુ થવાના કારણે પીવાનું પાણી પ્રદૂષિત થતા તે પાણી પીવાના કારણે કઠોર રેફરલ હોસ્પિટલમાં 19 બાળકો,19 સ્ત્રી,10 પુરૂષો અને લોખાત ખાનગી હોસ્પિટલમાં 11 બાળકો,15 સ્ત્રી, 3 પુરૂષો મળી કુલ 77 થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. પીવાનું પાણી પ્રદૂષિત થતા તે પાણી પીવાના કારણે કઠોર સદર વિસ્તારનાં 6 લોકોના મૃત્યુ થયેલ છે.

નાના બાળકોથી લઈને મોટાની પણ હાલત ખરાબ થઈ હતી.
નાના બાળકોથી લઈને મોટાની પણ હાલત ખરાબ થઈ હતી.

ગટર નાખી સહાયની માગ કરાઈ
આ અંગે કોંગ્રેસના નેતા દર્શન નાયકે કહ્યું કે,પીવાના પાણી તથા ગટરની સાફસફાઈ કરવા બાબતે વહીવટી તંત્રમાં વારંવાર રજૂઆત કરવા છતા વહીવટી તંત્ર દ્વારા કોઈપણ અસરકારક પગલા લેવામાં આવ્યા ન હતા. તત્કાલ અસરથી ભંગાણ પડેલ પીવાના પાણીની લાઈનની જગ્યાએ નવી પીવાના પાણીની લાઈન નાખવા આવે તથા નવી ગટર લાઈન નાખવામાં આવે તથા સદર ઘટનામાં મૃત્યુ પામેલ ગરીબ આદિવાસી લોકોના પરિવારને આર્થિક સહાય આપવામાં આવે તથા હોસ્પિટલમાં દાખલ અસરગ્રસ્ત દર્દીઓને મફતમાં સારવાર આપવામાં આવે એવી માંગણી છે.આ બાબતમાં ગંભીરતાથી તાકીદે તત્કાલ નિર્ણય કરવા વિનંતી કરી છે.