કોરોના સુરત LIVE:સુરતમાં ગુરૂવારે નવા 77 કેસ, વધુ 77 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાયો, એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 525 થઈ

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

સુરત શહેરમાં 48 અને જિલ્લામાં 29 કેસ સાથે શહેર જિલ્લામાં ગુરૂવારે કોરોનાના વધુ 77 કેસ નોંધાયા હતા. અત્યાર સુધીમાં સુરત શહેર-જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2,08,629 થઈ છે. ગુરૂવારે શહેરમાં 52 અને જિલ્લામાં 25 મળી કુલ 77 દર્દી સાજા થતા તેમને રજા અપાઈ છે. અત્યાર સુધીમાં શહેર અને જિલ્લામાં કુલ 2,05,863 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થયા છે.

એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 525 થઈ
સુરત શહેરમાં ઘટી રહેલા પોઝિટિવ કેસોને પગલે એક્ટિવ કેસમાં પણ ઘીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે. ગુરૂવારે શહેરમાં 343 અને જિલ્લામાં 182 સાથે શહેર-જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 525 થઈ છે.

વધુ 77 દર્દી સાજા થયા
અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2,08,629 થઈ છે. શહેરમાં 52 અને જિલ્લામાં 25 મળી શહેર- જિલ્લામાં 77 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર અને જિલ્લામાં કુલ 2,05,863 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. શહેરમાં ઘટી રહેલા પોઝિટિવ કેસોને પગલે એક્ટિવ કેસમાં પણ ઘીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે. શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 525 થઈ છે.

અન્ય સમાચારો પણ છે...