તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:BA માસ કોમની 38 બેઠક માટે 760 અને B‌‌‌CAની 4800 માટે 10436 ફોર્મ ભરાયાં

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોલેજના પહેલાં વર્ષના ફોર્મ 28મી સુધી ભરી શકાશે

શિક્ષણ બોર્ડે ધોરણ-12ની પરીક્ષા રદ કરીને માસ પ્રમોશન આપ્યું છે. જેને કારણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અંડર ગ્રેજ્યુએટમાં પહેલા વર્ષમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. અંડર ગ્રેજ્યુએટની 10 કોર્સોની 52438 બેઠક સામે 61494 ઓનલાઇન ફોર્મ ભરાયા છે.

હજારો વિદ્યાર્થીઓએ બે બે ત્રણ ત્રણ કોર્સોમાં ફોર્મ ભરયા છે. જેથી ફોર્મ ભરનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે જોવા મળી છે. દર વખત કરતા આ વખતે નવો ટ્રેનડ જોવા મળ્યો છે. વિદ્યાર્થીઓ રોજગારી સરળતાથી મળે એવા બીએ માસ કોમ, એમએસસી આઇટી અને બીસીએ સહિતના કોર્સો પસંદ કરી રહી છે. અંડર ગ્રેજ્યુએટના પહેલા વર્ષના ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ લંબાવાય છે. જે મુજબ 28 ઓગસ્ટ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.

10 કોર્સની 52438 બેઠક સામે 61494 ફોર્મ
પીજીમાં 12241 બેઠક સામે 12890 ફોર્મ ભરાયા છે. સૌથી વધું 3198 કેમેસ્ટ્રીમાં, 1921 ફાયનાન્સિયલ મેનેજમેન્ટ એકાઉન્ટ, 1261 LLBમાં, 704 માઇક્રોબાયોમાં અને 630 લેબ ટેક્નોમાં ભરાયા છે. જે તમામ રોજગારલક્ષી છે.

અન્ય સમાચારો પણ છે...