પ્રિ-પ્રાઇમરી સ્કૂલો ફરી શરૂ:75% ભૂલકાં સ્કૂલે જવા તૈયાર, પહેલાં દિવસે માત્ર રમવા જ દેવાશે: આચાર્યો

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે વર્ષ બાદ આજથી શહેરની 400 પ્રિ-પ્રાઇમરી સ્કૂલો ફરી શરૂ કરાશે
  • બાળકોનો ઉત્સાહ વધારવા માટે બગીઓ મંગાવાઈ, શિક્ષકો કાર્ટુન પણ બનશે

કોરોના ઓછો થઈ જતા જ સરકારે 2 વર્ષ બાદ ફરીથી 3થી 4 વર્ષના ભૂલકાઓને પાયાનું એજ્યુકેશન ઓફલાઇન આપવાનો નિર્ણય કર્યો છે. તેવામાં જ શહેરની 400 પ્રિ-પ્રાઇમરી સ્કૂલો 75% વાલીઓએ પોતાના બાળકોને મોકલવા માટે સંમતિ આપી છે. જે વાત આચાર્યો પાસેથી જાણવા મળી છે. જેમણે કહ્યું હતું કે, પહેલા દિવસે અમે કોઇ બાળકોને એજ્યુકેશન નહીં આપીશું, પણ અમે તેમને રમવા જ દેશું.

પહેલાં દિવસે બાળકો રડે નહીં અને સ્કૂલે આવતા થાય તે માટે અમે શિક્ષકોને કાર્ટુન બનાવીશું. અમે બગી પણ બોલાવી છે, જેમાં બેસાડીને બાળકોને સ્કૂલમાં પ્રવેશ આપીશું. આ ઉપરાંત રમકડાં, રમત ગમતનાં સાધનો પણ મૂકાયા છે. બાળકો કોવિડ-19ની ગાઇડલાઇનનું પાલન કરે તે માટે અમે 3 શિક્ષકોને ફરજિયાત ક્લાસમાં ઊભા રાખીશું. બુધવારે પ્રિ-પ્રાઇમરી સ્કૂલો સેનિટાઇઝ કરવામાં આવી હતી.

બાળકો માટે ક્લાસની ખાસ સજાવટ કરી છે
અમારે ત્યાં 75% બાળકોના વાલીઓ સંમતિપત્રક આપી ગયા છે. અમે બાળકોને બગીમાં બેસાડીને સ્કૂલમાં પ્રવેશ આપીશું. પહેલા દિવસે માત્ર ને માત્ર તેમને જે કરવું હોય તે કરવા દેશું. એટલે કે, અમે બિલકુલ ભણાવીશું નહીં. બાળકો માટે ક્લાસ સજાવ્યા છે, રમકડાં લઇ આવ્યા છે અને શિક્ષકોને કાર્ટુન પણ બનાવીશું. > સોનલ પટેલ, સંસ્કાર ભારતી સ્કૂલ

2થી 3 શિક્ષકો ગાઇડલાઇનનું પાલન કરાવશે
પહેલા દિવસે બાળકોને પણ પ્રોજેક્ટર પર કાર્ટુન દેખાડીશું. ઉપરાંત શક્ષકોને ડોરેમોન અને પરીના કપડાં પહેરાવીને બાળકોનું સ્વાગત કરીશું. 75% વાલીઓએ સંમતિ આપી છે. ગાઇડ લાઇનના પાલન માટે ક્લાસમાં બેથી ત્રણ શિક્ષકો રાખીશું. > કોમલ શાહ, પ્રિન્સિપાલ, સેવન સ્ટેપ્સ સ્કૂલ

અન્ય સમાચારો પણ છે...