દિવાળી વેકેશન પૂરું:હીરાનાં 75% કારખાનાં શરૂ, રફના ભાવ વધતાં 25% યુનિટો અઠવાડિયા પછી ચાલુ થશે

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહિધરપુરાના હીરાબજારમાં રત્નકલાકારોનો ધમધમાટ જોવા મળ્યો હતો. - Divya Bhaskar
મહિધરપુરાના હીરાબજારમાં રત્નકલાકારોનો ધમધમાટ જોવા મળ્યો હતો.
  • ક્રિસમસ અને ચાઈનીઝ ન્યૂ યરમાં ડાયમંડ જ્વેલરીની ડિમાન્ડ હોવાથી હીરા વેપારીઓની તૈયારી
  • વર્ષ 2021 નેચરલ અને લેબગ્રાેન બંને ડાયમંડને ફળ્યું, 70 ટકા ઓફિસો પણ શરૂ થઈ ગઈ

હીરા ઉદ્યોગમાં 21 દિવસનું દિવાળી વેકેશન સોમવારે પૂર્ણ થતા 75 ટકા હીરાના કારખાના શરૂ થયા છે. દિવાળી પહેલા રફના ભાવમાં વધારો થતા શહેરના 25 ટકા હીરાના યુનિટો આવતા સોમવારથી ખુલશે. વર્ષ 2021 હીરા ઉદ્યોગને ફળ્યું છે. નેચરલ ડાયમંડ હોય કે, પછી લેબગ્રોન ડાયમંડ બંનેમાં તેજીનો માહોલ હતો. દિવાળી પહેલા મોટી સાઈઝના હીરાની રફમાં 30% સુધી અને પતલી સાઈઝના હીરાના રફમાં 2થી 5%નો વધારો થયો હતો, જેને લઈને વેકેશન પૂર્ણ થયું છતાં 75% કારખાના શરૂ થયા છે. બાકી 25 % યુનિટ આવતા સોમવારથી ખુલશે.

આવનાર વર્ષમાં પણ તેજીનો માહોલ રહેેશે
દિવાળી પહેલા રફના ભાવમાં વધારો થયો, પરંતુ હાલ હીરા માર્કેટમાં તેજીનો માહોલ છે. હીરા ઉદ્યોગમાં દિવાળી પહેલાં જેવી સ્થિતી આવનાર વર્ષમાં પણ રહેશે. હીરા વેપારીઓ દ્વારા ચાઈનીઝ ન્યૂ યર અને ક્રિસમસની તૈયારી શરૂ કરાઈ છે.> દામજી માવાણી, મંત્રી,ડાયમંડ એસો.

હીરાની નિકાસ 1000 ટકા વધારવા લક્ષ્યાંક
લેબગ્રોન ડાયમંડની હાલ ઈન્ટરનેશનલ માર્કેટમાં માંગ વધી છે. ગત વર્ષે લેબગ્રોન ડાયમંડના નિકાસમાં 300% વધારો થયો હતો, જે આ વર્ષે 1000 % નો વધારો કરવાનો લક્ષ્યાંક છે. દિવાળી વેકેશન બાદ 70 ટકા ઓફિસ શરૂ થઈ છે. > બાબુ વાઘાણી, પ્રમુખ,લેબગ્રોન ડાયમંડ એસો.

અન્ય સમાચારો પણ છે...