કાર્યવાહી:છાપેલી કિંમત કરતાં વધુ પૈસા વસુલતા 74 એકમને દંડ કરાયો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તોલમાપ વિભાગની સુરત-તાપી જિલ્લામાં કાર્યવાહી
  • ગેરરીતિ આચરનાર એકમોને નોટિસ આપવામાં આવી

તોલમાપ વિભાગ દ્વારા સુરત-તાપી જિલ્લામાં કરવામાં આવેલી તપાસ દરમિયાન વેચાણમાં ગેરરીતિ આચરનારા 74 એકમોને પકડી પાડી દંડ કરવામાં આવ્યો છે. કાનૂની માપ વિજ્ઞાન નિયંત્રક તોલમાપ વિભાગ દ્વારા તાપી જિલ્લામાં કરવામાં આવેલા સર્વે દરમિયાન કેટલાક દુકાનદારો દ્વારા છાપેલી કિંમત કરતા વધારે કિંમત વસૂલવામાં આવતી હોવાનું પકડાયું હતું.

જ્યારે કેટલાક એકમો દ્વારા ગ્રાહકોને માપમાં ઓછું આપવામાં આવતું હોવાનું પકડાયું હતું કુલ 74 જેટલા એકમો આ રીતે ગેરરીતિ કરતા હોવાનું પકડાતા તોલમાપ વિભાગ દ્વારા આ એકમો સામે કાર્યવાહી કરી તેમની પાસેથી કુલ 38 હજાર જેટલો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.દંડ વસૂલીને તોલમાપ વિભાગ દ્વારા ગેરરીતિ આચરનારા આ એકમોને નોટિસ આપવામાં આવી હતી.

આવા એકમો સામે ગ્રાહકો ફરિયાદ કરી શકે છે
તોલમાપમાં ગેરરીતિ આચનાર દુકાનદારો, સંસ્થાઓ, એકમો સામે જો ગ્રાહકને કોઇ ફરિયાદ હોય તો તે અઠવાલાઇન્સ સેવાસદન ખાતે આવેલી તોલમાપ કચેરીનો સંપર્ક કરી લેખિત કે મૌખિક ફરિયાદ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...