ધરપકડ:74 લાખ રોકડા મળવાના કેસમાં આવક વેરાએ રોકડ કબજે કરી

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેગ મુકી ભાગી જનારની શોધ, કોંગ્રેસને લગતું સાહિત્ય પણ મળ્યું

મહિધરપુરામાં આંગડિયા પેઢીમાંથી 74 લાખની રકમ લઈ 3 યુવકો ઈનોવા કારમાં નીકળવા જતા સ્ટેટિક ટીમ ત્યાં પહોંચી જતા કારમાંથી 74 લાખની રોકડ સાથે ચાલક ફેઝરિયાઝ મોહંમદ અને ઉદયસિંહ ગુજ્જરને પકડી પાડ્યા છે.

જ્યારે સંદીપ રૂપિયા ભરેલી બેગ ગાડીની નીચે મુકી ભાગી ગયો હતો. 74 લાખની રકમ બાબતે SST અને પોલીસે બંનેએ પૂછપરછ કરી હતી. જોકે, સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. કારમાં રૂપિયાની સાથે કોંગ્રેસના પાર્કિંગને લગતું સાહિત્ય મળી આવ્યું છે.

74 લાખની રોકડ કોંગ્રેસના ઉમેદવારોને આપવા મોકલાવી હોવાની આશંકા પોલીસને લાગી રહી છે. મહારાષ્ટ્ર પાસીંગની કાર ટ્રાવેલ્સના નામે હોવાનું ચર્ચા રહ્યું છે. 74 લાખની રકમ બાબતે પોલીસે ITને જાણ કરી છે. આથી ITના અધિકારીઓ પણ રાત્રે પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા.

આંગડિયા પેઢીમાં રૂપિયા કોણે મોકલ્યા અને સુરતમાં સંદીપ કોને રૂપિયા આપવાનો હતો તે બાબતે તપાસ ચાલી રહી છે. હાલમાં સંદીપ ભાગી ગયો છે. જે પકડાય પછી 74 લાખની રકમ કોની પાસેથી લાવ્યા અને સુરતમાં કોને આપવાના હતો તે અંગેનો ફોડ પડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...