• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 73 Children Between The Ages Of 1 To 17, 151 Youth Between The Ages Of 18 And 40, 142 Middle aged Between The Ages Of 41 And 60 And 49 Elderly People Over The Age Of 60 Infected, 415 Cases Including 42 Students.

કોરોના કહેર:1થી 17 વર્ષના 73 બાળકો, 18થી 40ના 151 યુવાનો, 41થી 60ના 142 આધેડ જ્યારે 60થી વધુના 49 વૃદ્ધ સંક્રમિત, 42 વિદ્યાર્થી સહિત 415 કેસ

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોરોનાની પહેલી-બીજી લહેર કરતાં હાલની ત્રીજી લહેરમાં સંક્રમણનો ટ્રેન્ડ બદલાયો, બાળકો-યુવાનોને વધુ જોખમ
  • પાલની ગ્રીન સિટી, નક્ષત્ર સોલિટેર, પીપલોદ ઓપેરા હાઉસ-આવિષ્કાર રેસિડન્સી, કતારગામની લક્ષ્મી સોસાયટીમાં ચેપ પ્રસર્યો
  • 415 કેસમાંથી​​​​​​​ 166 માત્ર અઠવામાં, રાંદેરમાં 106, જ્યારે ઉધના-લિંબાયતમાં સૌથી ઓછા 30 કેસ

પહેલી-બીજી લહેર કરતાં હાલની ત્રીજી લહેરમાં સંક્રમણનો ટ્રેન્ડ બદલાયો છે. મંગળવારે શહેરમાં કોરોનાના નવા 415 કેસ સામે આવ્યા હતા, જેમાં 1થી 17 વર્ષના 73 બાળકો, 18થી 40ના 151 યુવાનો, 41થી 60ના 142 આધેડ જ્યારે 60થી વધુના 49 વૃધ્ધ સંક્રમિત થયા છે. આમ, બાળકો-યુવાનોને વધુ જોખમ જણાઈ રહ્યું છે. નવા કેસમાં 42 વિદ્યાર્થીઓ છે. વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી છે. 18ને રજા અપાઈ હતી. નવા દર્દીઓ પૈકી પાલના ગ્રીન સીટી એપાર્ટમેન્ટમાં 6 અને નક્ષત્ર સોલિટરમાં 3 છે, જે તમામ એક જ પરિવારના છે.

પાલિકાએ બંને એપાર્ટમેન્ટને ક્લસ્ટર જાહેર કરી બંધ કરાવ્યા હતા.આ જ રીતે પીપલોદના ઓપેરા હાઉસમાં 4 અને આવિષ્કાર રેસિડેન્સીમાં પણ 4 લોકો પોઝિટિવ આવ્યા હતા જે એક જ પરિવારના છે. કતારગામમાં ગજેરા સર્કલની લક્ષ્મી સોસાયટીમાં પણ એક જ પરિવારના 5 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શહેરમાં નોંધાયેલા 415 કેસ ઉપરાંત જિલ્લામાં પણ મંગળવારે કોરોનાના 9 કેસ સામે આવ્યા હતા.

નવા કેસમાં આ લોકો સંક્રમિત થયા:
વિદ્યાર્થીઓ, વકીલ, શિક્ષક, ગૃહિણીઓ, વેપારીઓ, એન્જીનીયર અને એકાઉન્ટન્ટ સહિતના લોકોનો સમાવેશ થાય છે.

કયા ઝોનમાં કેટલા કેસ નોંધાયા
મંગળવારે નવા નોંધાયેલા કેસ પૈકી સહુથી વધુ 166 કેસ અઠવાઝોનમાં નોંધાયા હતા.જ્યારે રાંદેર ઝોનમાં 106 કેસ,સેન્ટ્રલ ઝોનમાં 21,વરાછા-એમાં 36 કેસ,વરાછા બીમાં 21 કેસ,કતારગામમાં 35 કેસ,લીંબાયતમાં 10 કેસ અને ઉધનામાં 20 કેસ સામે આવ્યા હતા.

એક જ દિવસમાં શહેરમાં વધુ 42 વિદ્યાર્થીઓે પોઝિટિવ આવ્યા

સેવન્થ ડે સ્કૂલ2
ડીપીએસ9
જીડી ગોયન્કા2
ભુલકા વિહાર2
ફાઉન્ટેન હેડ2
સેવન્થ ડે2
એસડી જૈન2
લુડસ કોન્વેન્ટ2
બ્રોડવેચ2
માતા સરવાણી2
જીવનભારતી2
આર એમ જી2
અગ્રવાલ સ્કૂલ2
ગુરુકુળ2
એલપી સવાણી2
તાપ્તીવેલી1
એક્સપેરિમેન્ટલ1
ગુરુકૃપા1
તક્ષશિલા1
મહેશ્વરી1
કુલ42

100 % વેક્સિનેટેડ છતાં 7 દિવસમાં શહેરના 45 % કેસ માત્ર અઠવા ઝોનમાં જ નોંધાયા
શહેરમાં એક અઠવાડિયામાં 1227 કેસ નોંધાયા છે. જેમાંથી 45 ટકા એટલે કે 538 કેસ માત્ર અઠવા ઝોનના છે. જ્યારે 20 ટકા એટલે કે 247 કેસ રાંદેર ઝોનના છે. અઠવા ઝોનમાં વેપાર-ધંધા સાથે સંકળાયેલા લોકો વધુ છે. એટલું જ નહીં લોકો નાના-મોટા પ્રસંગોમાં ભેગા વધુ થાય છે તેમજ જાગૃતિ પણ હોવાથી ટેસ્ટીંગ સામેથી કરાવે છે. ઉપરાંત અઠવા ઝોનમાં જ 100 ટકા રસીકરણ થયું છે. છતાં અઠવા અને રાંદેરમાં કેસનું પ્રમાણ વધુ છે. નોંધનીય છે કે, શહેરમાં અઠવાડિયામાં કેસ 6 ગણા વધ્યા છે. 29 ડિસેમ્બરના રોજ 72 કેસ નોંધાયા હતા. જે વધીને હાલ 415 થઇ ગયા છે.

માઇક્રો કન્ટેઇનમેન્ટની સંખ્યા 327એ પહોંચી ગઈ
ત્રીજી લહેરની શરૂઆત સાથે જ પાલિકાએ બેઠકોનો દૌર શરૂ કર્યો છે. મંગળવારે પાલિકા કમિશનરની અધ્યક્ષતામાં અધિકારીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં તમામ ઝોનલ ચીફોને જે રીતે બીજી વેવમાં અસરકારક કામગીરી કરવામાં આવી હતી, એ રીતે કામગીરી શરૂ કરવા આદેશ કરાયા છે. માઇક્રો કન્ટેઇનમેન્ટ, બેરીકેટીંગ, ટેસ્ટીંગ, ટ્રેસીંગ, ધન્વંતરી રથ, સંજીવની રથ, 104, 108 તમામ કામગીરી અસરકારક કરવા સુચના અપાઇ છે. શહેરમાં હાલમાં રોજ 13500 ટેસ્ટીંગ થઇ રહ્યા છે. જ્યારે માઇક્રો કન્ટેઇનમેન્ટની સંખ્યા વધીને 327 પર પહોંચી છે.

વેન્ટિલેશન વિનાના સ્થળે ન જવા પાલિકાની અપીલ
શહેરમાં આગામી 45 દિવસ ગંભીર બની શકે છે. જેથી કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવા માટે પાલિકાએ અપીલ કરી છે. એટલું જ નહીં ખાસ કરીને હાલમાં ઇન્ડોર સ્થળોએ વેન્ટીલેશન ન હોય એ.સીનો ઉપયોગ થતો હોઇ તેવા હોટલ, રેસ્ટોરન્ટ, જીમ, લાયબ્રેરી, થિયેટર વગેરે સ્થળોએ બિનજરૂરી ન જવા અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...