ભાસ્કર એક્સક્લૂઝિવ:વેકેશન ટૂરનું 70% બુકિંગ થઈ ગયું; કાશ્મીર, શિમલા, હિમાચલ, મસૂરી જેવાં ઉત્તરનાં હિલ સ્ટેશનો વધુ પસંદ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 10 દિવસ બાદ યુનિવર્સિટી, કોલેજો અને સ્કૂલોમાં ઊનાળાનું વેકેશન શરૂ થશે

હવે 10 દિવસ બાદ યુનિવર્સિટી, કોલેજો અને સ્કૂલોમાં ઊનાળાનું વેકેશન પડશે. એવામાં જ સુરતીઓ હરવા ફરવા માટે કાશ્મીર, શિમલા, મસૂરી, હિમાચાલ સહિતના ઉત્તર ભારત તરફના ટુર પેકેજો બુક કરાવી રહ્યા છે. આ વાત સાઉથ ગુજરાત એસોશિએશન ઓફ ટ્રાવેલ એજન્ટના વાઇસ પ્રેસિડેન્ટ મોહન ચકલાસીયાએ કહ્યું હતું કે, પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાને પહોંચતા ડોમેસ્ટિક-ઇન્ટરનેશનલ ટુર પેકજોના ભાવમાં 20% સુધીનો વધારો થયો છે. તેમ છતાં 70% ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલના ટુર પેકેજો બુક થઈ ગયા છે.

આ વખતે સમાજના ઉચ્ચ વર્ગ કરતા મધ્યમ વર્ગના લોકો વધારે ટુર પેકેજો બુક કરાવી રહ્યા છે. ડોમેસ્ટિકમાં ઉત્તર ભારત તરફની સૌથી વધારે ડિમાન્ડ છે. જ્યાં મોટાભાગની હોટેલોમાં હાઉસ ફૂલની સ્થિતિ જોવા મળી છે. જ્યારે ગોવા સહિત સાઉથ ઇન્ડિયાના ટુર પેકેજો ઓછાં બુક થઈ રહ્યા છે. જોકે, આ વાત ડોમેસ્ટિક ટુર પેકેજોની હતી. તે જ રીતે ઇન્ટરનેશનલમાં સિંગાપુર, મલેશિયા, માલદીવ્સ, નેપાળ, દુબઇ અને ઇન્ડોનેશિયાના ટુર પેકેજો બુક થઇ રહ્યા છે.

છેલ્લા 4 મહિનામાં 9 હજાર ઇન્ટરનેશનલ પેસેન્જરો આવીને ગયા
છેલ્લા ચાર મહિનામાં સુરત એરપોર્ટથી 9 હજાર ઇન્ટરનેશનલ પેસેન્જરો આવીને ગયા છે. જાન્યુઆરીમાં 2007, ફેબ્રુઆરીમાં 2315, માર્ચમાં 2977 અને એપ્રિલમાં 1981 પેસેન્જરોની અવર જવર નોંધાય છે. એ જ રીતે છેલ્લા ચાર મહિનામાં 68 ઇન્ટરનેશનલ ફ્લાઇટોની અવર જવર નોંધાય છે.

એરપોર્ટ પર 1 માસમાં 88 ફ્લાઇટ ઘટતાં 14,448 યાત્રી ઓછા થયા
એક જ મહિનામાં એરપોર્ટ પર 88 ફ્લાઇટ ઘટી જતા 14,448 પેસેન્જરો ઘટ્યા છે. એપ્રિલ-2022માં 934 ફ્લાઇટ હતી. જો કે, માર્ચમાં 1022 ફ્લાઇટ હતી. એપ્રિલમાં 49,256 પેસેન્જરો આવ્યા અને 51,321 ગયા હતા. જ્યારે માર્ચમાં 58,154 આવ્યા અને 56,871 યાત્રી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...