સોનાનું વેચાણ:પુષ્ય નક્ષત્રમાં 30 કરોડનું 70 કિલો સોનું વેચાયું, ધનતેરસ માટે દાગીના બુક પણ કરાયા

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઘોડ દોડના શો રૂમમાં ખરીદી કરતા ગ્રાહકો. - Divya Bhaskar
ઘોડ દોડના શો રૂમમાં ખરીદી કરતા ગ્રાહકો.

પુષ્ય નક્ષત્રમાં સુરતમાંથી 70 કિલો સોનાના દાગીનાનું વેચાણ થયું હતું. જ્યારે સુરતીઓએ ધનતેરસ માટે પણ વિવિધ દાગીનાનું એડવાન્સમાં બુકિંગ કરાવી લીધું હતું.

મંગળવારે પુષ્યનક્ષત્ર હોવાથી શહેરની 2500 જ્વેલરી શોપમાં દાગીના ખરીદવા લોકો સવારથી ઉમટી પડ્યા હતાં. ખાસ કરીને સોનાની લગડી, લાઈટ વેઈટ, પ્લેટિનમ જ્વેલરી અને લેબગ્રોન હીરા જડીત જ્વેલરીની ડિમાન્ડ રહી હતી. એક અંદાજ પ્રમાણે 30 કરોડ રૂપિયાના 70 કિલો સોનાનું વેચાણ થયું હતું. કુલ વેચાણમાંથી 40 ટકા સોનાની લગડી, બિસ્કિટ અને સોનાના સિક્કાનું વેચાણ થયું હતું. કલામંદિર જ્વેલર્સના ઓનર મિલન શાહે કહ્યું હતું કે, ‘બપોરે અઢી વાગ્યા પછી સારું મૂર્હત હોવાથી લોકો દ્વારા બપોર પછી ખરીદી કરવા માટે નિકળ્ય હતા. જેને લઈને અમે રાત્રે 1 વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખીશું.’

2 વર્ષ ખરીદી પર બ્રેક હતી
ડિ.ખુશાલભાઈ જ્વેલર્સના ઓનર દિપક ચોક્સીએ કહ્યું કે, ‘છેલ્લાં 2 વર્ષથી લોકોએ ખરીદી પર બ્રેક મારી હતી. આ વર્ષે લોકોએ મોટા પ્રમાણમાં સોનાની ખરીદી કરી છે. ઘણા લોકો દાગીનાની ડિઝાઈન સિલેક્ટ કરી આગામી ધનતેરસ માટે બુકિંગ કરાવી લીધું છે.’

રોકાણ તરીકે પણ ખરીદી
ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનના ગુજરાત બોર્ડના એડવાઈઝરી મેમ્બર નૈનેષ પચ્ચીગરે કહ્યું કે, ‘રોકાણની દ્રષ્ટીએ સોનાની ખરીદી કરનારા લોકોએ અને લગ્ન માટેની ખરીદી પણ પુષ્ય નક્ષત્રના દિવસે કરવામાં આવી હતી. જેટલું સોનાનું વેચાણ થયું તેમાંથી 40 ટકા સોનાની લગડી અને સિક્કાનું વેચાણ જોવા મળ્યું હતું.’

અન્ય સમાચારો પણ છે...