તપાસ:જામુની બેગમાં 70 કરોડના વ્યવહાર હતા, કુલ 250 કરોડનાં કાગળો જપ્ત

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • એક લોકરમાંથી 40 લાખ મળ્યા, હવે કાગળોનું વેરિફિકેશન કરાશે
  • જમીન દલાલ પરના આવકવેરાના દરોડા ત્રીજા દિવસે પૂર્ણ થયા

આવકવેરા ની ઇન્વેસ્ટીગેશન વિંગે જમીન દલાલ પર પાડેલા દરોડા આજે ત્રીજા દિવસે પૂર્ણ થયા હતા. દરોડામાં અત્યાર સુધીમાં રૂપિયા 250 કરોડના જમીનોને લગતા ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા હતા. સમગ્ર ઓપરેશનમાં બે કરોડની રોકડ અને 5 કિલો સોનું પણ જપ્ત કરવામાં આવ્યું હતું.

250 કરોડના જમીનોને લગતા ડોક્યુમેન્ટ જપ્ત

બુધવારે ઓપરેટ કરાયેલા એક લોકરમાંથી 40 લાખ રોકડા મળ્યા હતા. દરમિયાન જામુ શાહના ઘરમાંથી ફેકવામાં આવેલી એક બેગમાં 70 કરોડના જમીનના વ્યવહાર હોવાનું તપાસ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું. દરોડામાં તમામ સ્થળ પરથી જ પ્રાપ્ત કરાયેલા ડોક્યુમેન્ટ અધિકારીઓએ સુરક્ષિત કરી લીધા હતા. કોઈ ગેરરીતિ ન થાય એ માટે આવા ડોક્યુમેન્ટ સ્કેન કરી લેવામાં આવે છે.

મની લેન્ડર સહિત કુલ 6 જગ્યાએ તપાસ કરી
આવકવેરાની ઇન્વેસ્ટિગેશન વિંગે જમીન દલાલ ઉપરાંત મની લેન્ડર સહિત કુલ 6 જગ્યાએ તપાસ કરી હતી જેમાં સુરત અને સોનગઢનો વિસ્તાર આવરી લેવામાં આવ્યો હતો. સોનગઢના કિરીટ મહેતા ઉપરાંત સુરતના અર્જુન પટેલ, બળવંત પટેલ અને જામુ શાહને ત્યાં તપાસ કરાઈ હતી.

દરોડામાં કુલ 7થી 8 લોકર ઓપરેટ કરાયા
દરોડાના બીજા દિવસે અધિકારીઓએ 100 કરોડના ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતા, જ્યારે બુધવારે બીજા 150 કરોડનો ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. દરોડામાં કુલ 7થી 8 લોકર ઓપરેટ કરાયા હતા,જેમાંથી એક બુધવારે ઓપરેટ કરાયું હતું. અધિકારીઓએ કહ્યું કે, જામુ શાહે જે બેગ બાલ્કનીમાંથી ફેંકી હતી તેમાંથી 70 કરોડના જમીનોના વ્યવહાર હતા. આ ઉપરાંત એવી એન્ટ્રીઓ પણ હતી કે કોને કોને રૂપિયા ચૂકવ્યા છે. હવે જપ્ત ડોક્યુમેન્ટનું વેરિફિકેશન શરૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...