તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં મધરાત્રે માતા સાથે સૂતેલી 7 વર્ષની બાળકીનું મોઢું દબાવી અપહરણ કરીને તેના પર અમાનુષી અત્યાચાર ગુજારાયો હતો. બાળકીના શરીર પર ઘણાં બચકાં ભરવામાં આવ્યાં હતાં. પોલીસને શંકા છે કે બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય શકે છે. જ્યારે આ બાળકી દોડતી માતા પાસે આવી રડવા માંડી હતું,આ દૃશ્ય સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું છે, જેથી સીસીટીવી કેમેરાના આધારે પોલીસે આરોપીને ઝડપી પણ પાડ્યો છે.
રાત્રે અઢી વાગે બાળકીનું મોઢું દબાવી અપહરણ
સૂત્રોના જણાવ્યા અનુસાર, લાલગેટ વિસ્તારમાં ફૂટપાથ પર ઝૂંપડામાં શ્રમજીવી પરિવાર રહે છે. એમાં 7 વર્ષની બાળકી રિતુ( નામ બદલ્યું છે) માતા સાથે સોમવારની રાત્રે સૂતેલી હતી. ત્યારે એક અજાણ્યો આરોપી રાત્રે અઢી વાગે બાળકીનું મોઢું દબાવી અપહરણ કરીને નાસી ગયો હતો. થોડા સમયમાં રિતુ રડતાં-રડતાં ઘરે આવી હતી. તેણે માતાને તમામ હકીકત જણાવી હતી. જેથી સવારે પોલીસને જાણ કરી હતી.
10 રૂપિયા આપીને બાળકી પર અત્યાચાર ગુજાર્યો
પોલીસે આ વિસ્તારમાં સીસીટીવી કેમેરા ચેક કરતાં આરોપી જમ્મુ પઠાણની ઓળખ થઈ હતી. જમ્મુ પઠાણે 10 રૂપિયા આપીને રિતુ પર અત્યાચાર ગુજાર્યો હતો. બાળકીના શરીરે બચકાંનાં નિશાન છે. 7 વર્ષની બાળકી ખરેખર કંઈ કહી શકતી નથી કે તેની સાથે શું થયું છે, તેથી હાલ પોલીસે અપહરણ, પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને જમ્મુને ડિટેઇન કર્યો છે.
કાઉન્સેલિંગમાં બાળકીના શરીરે બચકાંનાં નિશાન મળ્યાં
મહિલા પોલીસ અધિકારી અને પ્રથમ ચાઇલ્ડ હેલ્પલાઈનના કાઉન્સિલરોએ રિતુનું કાઉન્સેલિંગ કર્યું ત્યારે તેના શરીરે બચકાંનાં નિશાન મળ્યાં હતાં તેમજ રિતુને રમવા માટે ટેડીબેર આપતાં તેણે ટેડીબેરનું ગળું દબાવી કહ્યું, ઉસને ભી મેરા ઇસી તરહ ગલા દબાયા થા. જમ્મુ હત્યાના પ્રયાસનો આરોપી છે. અશરફ નાગોરી પર ફાયરિંગ કરીને હત્યાના પ્રયાસ કરવાના ગુનામાં જમ્મુ પઠાણની પણ મદદગારીમાં ધરપકડ કરાઈ હતી.
બાળકીનું મેડિકલ કરાવવા માટે હોસ્પિટલ લઈ જવાઈ: પોલીસ
આ અંગે લાલગેટ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર યુ.એ.ડાભીએ જણાવ્યું હતું કે જમ્મુ હાલ તડીપાર હતો છતાં તે તડીપારનો આદેશનો ભંગ કરીને અહીં આવ્યો હતો. બાળકી પર બળાત્કાર થયો હોય એવું હાલ કહેવું વહેલાસરનું ગણાશે, તેથી તેનું મેડિકલ કરાવવા હોસ્પિટલ લઈ જવાઈ છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.