સુરતના વડોદગામ બાપુનગરમાં સાત વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરાયાનું સામે આવ્યું છે. ઘર બહાર લારી પર સૂતેલી બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ સથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કરવામાં આવ્યું હતું. રાત્રે 3 વાગ્યે ઘરે પરત આવેલી બાળકી રડતી હોવાથી પરિવારને જાણ થઈ હતી. બાદમાં બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. હાલ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથધરી છે.
બાળકી પિતાના મિત્ર સાથે સૂતી હતી
વડોદ ગામનો બાપુનગરમાં રહેતો શ્રમજીવી પરિવાર ગુરુવારે રાતે ઘરમાં સુઈ ગયો હતો. સાત વર્ષની બાળકી પિતાના મિત્ર અને ઘરમાં સાથે જ રહેતા યુવાન સાથે ઘરની બહાર લારી પર સૂતી હતી. મોડી રાત્રે બાપુનગરમાં પ્લોટ નંબર 308ની રૂમ નંબર 4માં રહેતો વિકૃત બાળકીનું મોઢું દબાવી અપહરણ કરી ઘરે લઈ ગયો હતો. જ્યાં બાળકી સાથે દુષ્કર્મ કરી સૃષ્ટિવિરૂધ્ધનું કૃત્ય પણ કર્યું હતું.બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા બાળકીને ગુપ્તાંગમાં ભાગમાંથી લોહી નીકળી ગયું હતું.
ગુપ્ત ભાગે ગંભીર ઈજા પહોંચી
રાત્રે બાળકીને ઘરની બહાર કાઢી મુકતા બાળકી રડતા રડતાં રાત્રે ત્રણ વાગ્યાના અરસામાં ઘરે પહોંચી હતી. રડતા જોઇ લારી પર સુતેલા બાળકીના પપ્પાના મિત્ર જાગી ગયા હતા જેણે બાળકીના માતા પિતાને ઉઠાડ્યા હતા. બાળકીની પૂછપરછ કરતા આખી હકીકત સામે આવી હતી.બાળકીના માતા-પિતા તેને લઈને પોલીસ મથકે પહોંચી ગયા હતા.પોલીસે મોડી રાત્રે જ હવસખોરને ઘરેથી ઝડપી પાડયો હતો.બાળકીને ગુપ્ત ભાગોમાં ગંભીર ઇજા હોવાને કારણે તેણીને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.