સુરત:પાંડેસરા GIDCમાં 10 દિવસમાં 7 ચોરીની ઘટના, પંખા, કેબલ, ટીવીની ચોરી CCTVમાં કેદ

સુરત3 વર્ષ પહેલા
પંખો ચોરીને જતો ચોર સીસીટીવીમાં કેદ
  • બેકાર બનેલા શ્રમિક લોકો ચોરી કરી રહ્યા હોવાની આશંકા
  • કાપડ પ્રિન્ટિંગ કારખાના, જોબ વર્કમાં ચોરીની ઘટના બની

શહેરના પાંડેસરા વિસ્તારમાં બંધ ખાતાઓમાં ધોળે દિવસે ચોરીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં 7 જેટલી ચોરીની ઘટનાઓ બની ચૂકી છે. ચોરો પંખા, કેબલ, ટીવી, સેટ ટોપ બોક્સ અને અન્ય સામગ્રીની ચોરી કરી ફરાર થતા સીસીટીવીમાં કેદ થઈ ગયા છે.

મિલ માલિકો, ખાતા ધારકો સાવચેત થયા

પાંડેસરા જીઆઈડીસીમાં પ્રેમચંદભાઈ જોબ વર્ક પર ડાઈગ પ્રિન્ટિંગ કરી આપવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના ખાતામાં ગત 26મીના રોજ ચોરીની ઘટના બની હતી. ચોરો પંખા, કેબલ, ટીવી, સેટ ટોપ બોક્સ અને અન્ય સામગ્રીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. છેલ્લા 10 દિવસમાં 7 જેટલી ચોરીની ઘટનાઓ બની છે. ખાતા ધારકોને બેકાર બનેલા શ્રમિક લોકો ચોરી કરી રહ્યા હોવાની આશંકા છે. પ્રેમચંદભાઈએ ચોરીની ફરિયાદ નોંધવતા પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે ચોરીની ઘટનાઓને લઈને આખા વિસ્તારમાં મિલ માલિકો, ખાતા ધારકો સાવચેત થયા છે.

અન્ય સમાચારો પણ છે...