વિરાટ સંકુલ:વેસુમાં કરોડોના ખર્ચે 3600 વારમાં 7 માળનું મહાવિદેહ ધામ બનશે, 30મીએ શિલાન્યાસ

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
વેસુ વિસ્તારમાં મહારાણા પ્રતાપ રોડનું વિદેહધામ કઈંક આવું દેખાશે. - Divya Bhaskar
વેસુ વિસ્તારમાં મહારાણા પ્રતાપ રોડનું વિદેહધામ કઈંક આવું દેખાશે.
  • રાણા પ્રતાપ રોડ પર બનનારા વિદેહધામમાં 2500ની કેપેસિટીનો હોલ બનાવાશે

સુરતના વેસુમાં રાણા પ્રતાપ રોડ પર કરોડોના ખર્ચે 3600 વાર જમીન પર ભારતનો સૌથી મોટો ચતુર્વિધ સંઘ વૈયાવચ્ચ સેવાનું સંકુલ મહાવિદેહ ધામ બનશે. જેનું શિલાન્યાસ 30મી ઓક્ટોબરે થશે સાથે જ 29મીએ શિલા શોભાયાત્રા નીકળશે. આ મહાવિદેહ ધામ 7 માળનું હશે. જેમાં 40 હજાર સ્કવેર ફૂટની જગ્યા હશે જેમાં 52 રૂમ પણ બનાવાશે. આ વિદેહધામ 500થી વધુ શ્રમણ-શ્રમણીઓની વિરાટ સંકુલ હશે.

ઉમરા શ્વે.મૂ. જૈન સંઘમાં બિરાજમાન આ. રશ્મિરત્નસૂરિશ્વરજીએ જણાવ્યું હતું કે, નિર્માણાધીન સાત માળનું દીક્ષા દાનેશ્વરી સંયમ તીર્થ જિન શાસનના સાતે સાત ક્ષેત્રોની સક્રિયતાનું શ્રેષ્ઠ સરનામું છે. પૂ. દીક્ષા દાનેશ્વરી દ્વારા અપાયેલી 451 દીક્ષાની કાયમી સ્મૃતિ ઉભી રહે તે માટે શત્રુંજય, શંખેશ્વર, જીરાવલા, ગિરનાર, સમ્મેતશિખર, આબુ, નાકોડા, રણકપુર, ક્ષત્રિયકુંડ આદિ 68થી વધુ પ્રાચીન તીર્થભૂમિઓથી પવિત્ર શિલાઓ લાવી 451 શિલાઓની સ્થાપના કરાશે.

1 લાખથી વધુ પુસ્તકોથી સજ્જ લાઇબ્રેરી બનશે
આ સંકુલમાં શ્રમણી પ્રશિક્ષણ કેન્દ્ર, પાઠશાળા, જ્ઞાનાભ્યાસ સત્ર, જૈનિઝ્મ રિસર્ચ સેન્ટર, એક લાખથી વધુ પુસ્તકોની વિરાટ લાઇબ્રેરી, 2500 માણસો સમાઈ શકે તેવો વિરાટ હોલ, મેડિકલ વોર્ડ, મેડિટેશન સેન્ટર, જિનાલય, ઉપાશ્રય, ધર્મશાળા, ભોજનશાળા, આયંબિલશાળા, ઓટિડોરિયમ સહિતની સુવિધા હશે.

અન્ય સમાચારો પણ છે...