એજ્યુકેશન:પલસાણાની 7, માંગરોળની 1 સ્કૂલ માન્યતાના પુરાવા રજૂ નહીં કરી શકી

સુરત,બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘સ્કૂલ બંધ કેમ નહીં કરવી’ તે અંગે શિક્ષણાધિકારીએ નોટિસ ફટકારી

ગુરુવારે પલસાણાની સાત અને માંગરોળની એક મળીને જિલ્લાની 8 ખાનગી પ્રાથમિક શાળા માન્યતા અંગેના પુરાવા રજૂ ન કરી શકતાં શિક્ષણાધિકારીએ શાળા કેમ બંધ નહીં કરી તે અંગે નોટિસ ફટકારી છે. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડોક્ટર દિપક દરજીને જિલ્લામાં પરપ્રાંતિય ઔદ્યોગિક વિસ્તારો તેમજ આદિવાસી વિસ્તારોમાં સામાન્ય ખાનગી પ્રાથમિક શાળાઓ પરવાનગી વગર ધમધમાવવામાં આવી રહી હોવાની ફરિયાદો મળી હતી જેના આધારે શિક્ષણ વિભાગની ટીમો દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ રિપોર્ટના આધારે પલસાણાની સાત અને માંગરોળની એક ખાનગી સ્કૂલના સંચાલકો દ્વારા વિદ્યાર્થીને પ્રવેશ આપી ધોરણ 1 થી 8 સુધી શિક્ષણની કાર્યવાહી કાર્યરત હોવાનું ધ્યાને આવ્યું હતું. સંચાલકોની તમામ વિગતો એકત્રિત કરી સંચાલકોને નોટીસ આપી માન્યતાપ્રાપ્ત અંગેના દસ્તાવેજી પુરાવાઓ સાથે આજે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીમાં રૂબરૂ હાજર રહેવા માટે ફરમાન કર્યું હતું જોકે ઉપરોકત એક પણ સંચાલક મંજૂરી ના દસ્તાવેજી પુરાવા રજુ ન કરી શકતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. દિપક દરજીએ શો-કોઝ નોટિસ આપી છે.

ખાનગી શાળાના સંચાલકો દ્વારા બાળકોની ચિંતા કર્યા વગર શાળાઓ શરૂ કરી લેવામાં આવી રહી છે. શિક્ષણ નિયામક દ્વારા મંજૂરી આપવામાં આવી ન હોવા છતાં પણ બાળકોના જીવના જોખમે શાળાઓ શરૂ કરતા હોય છે એ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે મંજૂરી વગર સ્કૂલ ચલાવતા હોવાનું ધ્યાને આવશે તો ચમરબંધી ને પણ બક્ષવામાં નહીં આવે અને કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે માત્ર શાળાઓ શરૂ કરી દેવાની લ્હાયમાં આ પ્રકારના નિર્ણયો લઇ બાળકોની ચિંતા વધારી દેવામાં આવે છે

જોકે વાલીઓની પણ જવાબદારી છે કે જ્યાં સુધી સરકાર દ્વારા મંજૂરી ન આપવા માં આવે ત્યાં સુધી બાળકોને આવી અમાન્ય શાળાઓમાં પ્રવેશ અપાવવો જોઇએ નહીં.જો કે, આવનારા દિવસોમાં જિલ્લા આવી સ્કૂલો સામે કડક પગલાં લઈ કાર્યવાહી કરવા અંગે જણાવ્યું હતું. શિક્ષણ નિયામક દ્વારા મંજૂરી આપવામાં આવી ન હોવા છતાં પણ બાળકોના જીવના જોખમે શાળાઓ શરૂ કરતા હોય છે એ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. તેમજ જો જણાશે તો પગલા લેવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...