કોરોનાનો કહેર:નવી સિવિલના 5 સહિત 7 તબીબ અને PSI મળી વધુ 260 પોઝિટિવ,10ના મોત

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સોમવારે વધુ 142 દર્દી સાજા થતાં રજા અપાઈ

શહેરમાં 201 અને જિલ્લામાં 59 સાથે સોમવારે કોરોનાના વધુ 260 પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસોની સંખ્યા 6756 થઈ છે. સોમવારે શહેરમાં 4 અને જિલ્લામાં 2 ના મોત થયા છે. આ સાથે કોરોનાનો અત્યાર સુધીનો કુલ મૃતાંક  259 થયો છે. વધુ 142 દર્દી કોરોનાને માત આપી સાજા થતા રજા અપાઈ છે. સોમવારે પોઝિટિવ કેસોમાં વધુ 7 તબીબ, 28 રત્નકલાકાર, પાલિકાના કોર્પોરેટર શંકર ચેવલી, ડે.મેયર નિરવ શાહની પત્ની, ભરત કેન્સર હોસ્પિટલના ટ્રસ્ટી,PSI,જમીન દલાલ, જ્વેલર્સ, વિમા એજન્ટ તેમજ સમિતિની શાળાના ટીચરનો પણ સમાવેશ થાય છે.

અત્યાર સુધી કુલ 107 તબીબો ચેપગ્રસ્ત થયાં
સિવિલમાં ફરજ બજાવતા વધુ 5 તબીબો સંક્રમિત થયા છે. સોમવારે પાંચેયનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નવસારી બજાર ખાતે ક્લિનિક ચલાવતા તબીબ અને સનસાઈન હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. સોમવારે કુલ 7 તબીબો સંક્રમિત થતા કુલ 109 તબીબ સંક્રમિત થયા છે.

સિવિલની 2 સહિત 3 નર્સ, 2 લેબ ટેક્નિશિયન સંક્રમિત 
સિવિલમાં ફરજ બજાવતા 2 નર્સ, મિશન હોસ્પિટલના નર્સ,  ગુરુનાનક હોસ્પિટલ અને મિશન હોસ્પિટલનો લેબ ટેક્નિશિયન પણ સંક્રમિત છે.

વધુ 10 દર્દીઓના સારવાર દરમિયાન મોત
વરાછાના 52 વર્ષીય આધેડ, લાલદરવાજાના 65 વર્ષીય વૃદ્ધ, કતારગામના 62 વર્ષીય વૃદ્ધા, અડાજણના 75 વર્ષીય વૃદ્ધા, ગોડાદરાના 54 વર્ષીય આધેડ, પાલનપોરના 62 વર્ષીય વૃદ્ધ, મહિધરપુરાના 73 વર્ષીય વૃદ્ધ અને વરાછાના 48 વર્ષીય આધેડ સહિત 10 લોકોનાં મોત થતા કુલ મૃતાંક 259 થઈ ગયો છે.

દર્દીનાં સ્ટેટસ અપડેટ માટે દરેક વોર્ડમાં 1 કર્મી 
કોવિડ હોસ્પિટલ તેમજ સિવિલ હોસ્પિટલના બિલ્ડીંગમાં દાખલ કોરોનાના દર્દીઓનું સ્ટેટસ શું છે તે જાણી શકાય તે માટે દરેક વોર્ડમાં એક કર્મચારી મુકાશે. દર્દીના પરિવારના સભ્યો ફોન પર જ દર્દીની માહિતી મેળવી શકે તે માટે હેલ્પ ડેસ્ક પર ફોન નંબરમાં વધારો કરવા તેમજ કર્મચારીઓમાં પણ વધારો કરાશે. 

અન્ય સમાચારો પણ છે...