કાર્યવાહી:ભીમરાડની હોટલમાં રૂમ રાખી જુગાર રમતા 2 વેપારીઓ સહિત 7 ઝડપાયા

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વીમા પોલિસીની મીટિંગ કરવાનું જણાવી રિલેક્સ હોટલમાં રૂમ બુક કરાવ્યો હતો
  • 46 હજાર રોકડ અને 7 મોબાઇલ સહિત 1.36 લાખનો મુદ્દામાલ જપ્ત

વીમા પોલિસી સમજાવવા માટે ઓફિસની મીટિંગ રાખ્યાનું જણાવી ભીમરાડ કેનાલ રોડ પર આવેલી હોટલ રિલેક્સ ઇનમાં જુગાર રમતા 2 વેપારીઓ સહિત 7 લોકોને ખટોદરા પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 46 હજાર રોકડ અને 87 હજારની કિંમતના 7 મોબાઇલ સહિત કુલ 1.36 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ખટોદરા પોલીસના ડીસ્ટાફના પીએસઆઇને બાતમી મળી હતી કે ભીમરાડ કેનાલ રોડ ખાતે આવેલી હોટલ રિલેક્સ ઇનમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે.

પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને જુગાર રમતા 28 વર્ષીય વિશાલ કનૈયાલાલ શાહ(રહે, રાજેશ્વર પ્લાઝા, ઉધના), 37 વર્ષીય રમેશ દીપચંદ્ર જૈન (રહે, નેમનગર સોસા, બમરોલી), 30 વર્ષીય ભાવેશ રોશનલાલ જૈન(રહે, રેશ્મા રો હાઉસ, પર્વત પાટિયા), 37 વર્ષીય લક્ષ્મણ બાબુરાવ પાટીલ(રહે, વિષ્ણુનગર, ઉધના), 26 વર્ષીય મુકેશ વિશ્વાસ સોનવણે(રહે, કૈલાશનગર, ઉધના), 32 વર્ષીય સંદીપ પ્રેમચંદ્ર ચૌધરી(રહે, વિજયનગર, ઉધના) અને 35 વર્ષીય ગણેશ સુરેશ ચૌધરી(રહે, સત્યનગર, ઉધના)ને ઝડપી પાડ્યા હતા.

ઝડપાયેલાઓમાં વીમા એજન્ટ વિશાલ શાહે જ હોટલમાં વીમા પોલિસીની બેઠક હોવાનું જણાવીને રૂમ બુક કરાવ્યો હતો. અન્ય આરોપીઓમાં એક વીમા કલેક્શનની ઓફિસમાં નોકરી કરે છે. જ્યારે એક વાસણ વેપારી અને એક મોબાઇલ ફોનનો બિઝનેસ કરનાર વેપારી છે. .આરોપીઓ અગાઉ પણ અહિંયા જુગાર રમવા આવતા હોવાની પોલીસે આશંકા દર્શાવી છે.

3 નવેમ્બરે પણ આ જ હોટેલમાંથી 9 લોકો જુગાર રમતા પકડાયા હતા
ત્રીજી નવેમ્બરે આ જ હોટેલના ચોથા માળે રૂમમાં ખટોદરા પોલીસે દરોડો પાડ્યો હતો. ખટોદાર પોલીસે રૂમમાંથી 9 જુગારીઓને મોબાઇલ અને રોકડ સહિત 1 લાખની મતા સાથે પકડી પાડ્યા હતા. તે વખતે બમરોલી હરસિદ્ધીનગરના કાંતિ ઉમેશ પટેલે હોટેલમાં રૂમ ભાડેથી લઈ તેના મિત્રોને જુગાર રમવા માટે હોટેલના રૂમમાં બોલાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...