તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મોટા વરાછામાં 7 લાખનું નકલી સેનેટાઇઝર પકડાયું

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રંગવાડી ફાર્મ ભાડે રાખીને છૂટકમાં વેપલો
  • જીગર ભાલાળા, નરેશ ડાભીની ધરપકડ

મોટા વરાછામાં પીસીબીએ નકલી સેનેટાઇઝર બનાવવાનું કારખાનું પકડી પાડી બે આરોપીઓને 7 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પીસીબી પીઆઇ એસ.જે.ભાટીયાએ મોટા વરાછાના રંગવાડી ફાર્મ હાઉસમાં દરોડો પાડીને નકલી સેનેટાઇઝર બનાવવાનું કારખાનું પકડી પાડ્યું હતું. જેમાં નકલી સેનેટાઇઝર બનાવવાના સામાન સહિત કુલ 7,93,740ના મુદ્દામાલ સાથે જીગર જશવંત ભાલાળા(ગોકુલધામ એપાર્ટ,વરાછા)અને નરેશ છગન ડાભી(પુણાગામ)ને ઝડપી પાડ્યા હતા. આરોપીએ બ્લુ સ્કાય હેન્ડ સેનેટાઇઝર અને કેરફુલ હેન્ડ રબ સેનેટાઈઝરના નામથી બજારમાં છૂટક વેચાણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...