તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:લોકડાઉનમાં ધો.10-12ની 7 લાખ ઉત્તરવહીની તપાસણી પૂર્ણ, 5 હજાર શિક્ષકોએ કામગીરી પુરી કરી

સુરત10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહામારીના ભય વચ્ચે 5 હજાર શિક્ષકોએ કામગીરી પુરી કરી

કોવિડ-19ની મહામારીમાં ધોરણ-10 તથા 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની સાત લાખ ઉત્તરવહી તપાસવાની કામગી રી પૂર્ણ થઈ છે. જોકે, કામગીરીને સમયસર પૂર્ણ કરવા માટે પાંચ હજાર જેટલા કોરોના વોરિયર્સ શિક્ષકોએ પોતાના પરિવારની ચિંતા કર્યા વિના માસ્ક પહેરી અને સેનિટાઇઝર લઈ હાજર થઈ જતા હતા.  શિક્ષણ બોર્ડની ધોરણ-10 તથા 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષા માર્ચની 21મી તારીખે પૂર્ણ થઈ હતી. જોકે, પરીક્ષા પૂર્ણ થાય તે પહેલા જ શિક્ષણ બોર્ડના આદેશને ધ્યાને રાખી શિક્ષણાધિકારી એચ. એચ. રાજ્યગુરુએ ઉત્તરવહી તપાસવાની કામગીરી શરૂ કરાવી હતી. પણ કોવિડ-19ની મહામારીને પગલે નેશનલ લોકડાઉન જાહેર કરાતા કામગીરી અટકાવી પડી હતી. તે પછી શિક્ષણ બોર્ડે 16 એપ્રિલથી ઉત્તરવહી તપાસવાનો આદેશ કરતા જ શહેર અને જિલ્લાના મળી પાંચ હજાર જેટલા શિક્ષકો માસ્ક પહેરી અને સેનિટાઇઝર લઇ પરિવારની ચિંતા કર્યા વિના જ ફરજ પર હાજર થઈ જતા હતા.  સુરત શહેર અને જિલ્લાના મળીને ત્રીસ કેન્દ્રો પર ઉત્તરવહી તપાસવાની કામગીરી ચાલી રહી હતી. કેન્દ્રો પર થર્મલ ગનથી શિક્ષકોનું ટેમ્પરેચર ચેક કર્યા બાદ જ પ્રવેશ અપાતો હતો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને શિક્ષકોને ઉત્તરવહી તપાસવા માટે બેસાડાતા હતા. એટલું જ નહીં, ઘણા કેન્દ્રો પર શિક્ષકોના સ્વાસ્થયને સુરક્ષિત રાખવા માટે માસ્ક આપવાની સાથે આયુર્વેદિક ઉકાળા પણ પીવડાવાતા હતી. જો કે, એવી વાત પણ છે કે કેટલાક શિક્ષકોને ઉત્તરવહી તપાસવા માટે ઘરથી કેન્દ્ર પર જતા પોલીસો ના દંડા ખાવા સાથે ખરાબ વર્તનને પણ સહન કર્યું છે. જિલ્લા શિક્ષણાધિકારી એચ. એચ. રાજ્યગુરુ કહે છે કે કોવિડ-19ની મહામારી વચ્ચે શહેર અને જિલ્લાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને પરિણામ સમયસર આપવા કોરોના વોરિયર્સની જેમ પોતાની ફરજ નીભાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો