તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્સિડન્ટ:સુરતમાં ઈચ્છાપોર ચોકડી નજીક કેટરર્સના શ્રમિકોનો ટેમ્પો ટ્રક સાથે અથડાતા 7ને ઈજા, 1નું મોત

સુરત3 મહિનો પહેલા
અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
  • ઈજાગ્રસ્તોને 108ની મદદથી સિવિલમાં ખસેડાયા

સુરતના મગદલ્લા ONGC અને ઇચ્છાપોર ચોકડી નજીક ટ્રક અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું મોત નીપજ્યું હતું. જ્યારે 7 થી લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. કેટરર્સના શ્રમિકો ભરેલો ટેમ્પો આગળ દોડતી ટ્રક પાછળ ઘુસી જ્યાં અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું હતું. જોકે અકસ્માત બાદ ઇજગ્રસ્તો તમામને તતાકાલિક અડાજણ-હજીરા 108ની મદદથી સિવિલ ખસેડાયા હતાં. જ્યાં હાલ તમામની હાલત સાધારણ હોવાનું જાણવા મળ્યું છે.

ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતાં.
ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતાં.

ટેમ્પો ચાલકને પણ ઈજા પહોંચી
શ્યામ પાસવાન (કોન્ટ્રાકટર) એ જણાવ્યું હતું કે, 5-6 મહિનાથી જ કેટરર્સનું કામકાજ કરી રહ્યો છું. આજે હજીરા તપોવન ફામ હાઉસમાં એક પારિવારિક પ્રસંગમાં નાસ્તા-પાણીનો ઓર્ડર હતો. તમામ કારીગરો કૈલાસ ચોકડીથી ટેમ્પોમાં બેસીને હજીરા તપોવન ફાર્મ જવા નીકળ્યા હતાં. ત્યારે અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો ચાલક રાજુ પણ ગંભીર રીતે ઘવાયો છે જ્યારે આ દુર્ઘટનામાં એકનું મૃત્યુ થયું હોવાનું પણ શ્યામ પાસવાને જણાવ્યું છે. આ દુર્ઘટનામાં ઘવાયેલા તમામ કેટરર્સના કારીગરો હોવાનું સ્પષ્ટ થયું છે.

108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને સિવિલમાં લવાયા હતાં.
108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને સિવિલમાં લવાયા હતાં.

ઇજાગ્રસ્તોની યાદી
સમાધાન ભગવાન પાટીલ (ઉ.વ.આ.27)
મહેશ વિજય સિંગ ઠાકરે (ઉ.વ.આ.22)
વિનીત લબુસિંગ (ઉ.વ.આ.32)
સંતોષ સોહનલાલ સવિકર (ઉ.વ.આ.40)
પાયલ મગુલાલ રાઠોડ (ઉ.વ.આ.14)
સંગીતા બાબુભાઇ રાઠોડ (ઉ.વ.આ.25)