તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્ગદર્શન:ઇન્ક્રેડિબલ ઇન્ડિયા ટૂરિસ્ટ ફેસિલિટેટર કોર્સમાં 7 દિવસની વિશેષ તાલીમ અપાશે

સુરત11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બેસ્ટ ટૂરિસ્ટ પ્લેસ, લોકોની પસંદગી પણ જણાવાશે

દેશમાં તૈયાર થનાર ઇન્ક્રેડિબલ ઇન્ડિયા ટૂરિસ્ટ ફેસિલિટેટર અને ગાઇડ કોર્સમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. 6 મહિનાનો કોર્સ કરનાર ઉમેદવારોને હવે 7 દિવસની વિશેષ ટ્રેનિંગ આપવામાં આવશે. આ નિર્ણય ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટૂરિઝ્મ એન્ડ ટ્રાવેલ મેનેજમેન્ટની બેઠકમાં લેવાયો હતો.

7 દિવસની ઓનલાઇન વિશેષ તાલીમમાં સમગ્ર દેશના વિશેષજ્ઞો ઉમેદવારોને પર્યટનની વિસ્તૃત માહિતી આપશે.મંત્રાલય તરફથી ઇન્ક્રેડિબલ ઇન્ડિયા ટૂરિસ્ટ ફેસિલિટેટર કોર્સ શરૂ કરાયો છે. જેને આઈઆઈટીટીએમ સંચાલિત કરશે. 6 મહિનાના આ ઓનલાઇન કોર્સમાં દેશભરના ઉમેદવારો ભાગ લેશે. આમાં વિશેષ તાલીમ ઉમેરવામાં આવી છે જેના માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

આ બે કેટેગરી બનાવાઈ
હેરિટેઝ
​​​​​​​આ કેટગરીમાં અરજી કરનારને હેરિટેઝ સંબંધિત માહિતી આપવામાં આવશે. એ સાથે જ તેના વિશે વિસ્તૃત માહિતી પણ આપવામાં આવશે. આ કેટેગરીમાં દેશના પ્રમુખ હેરિટેઝની પણ માહિતી આપવામાં આવશે.

એડવેન્ચર
​​​​​​​આ કેટેગરીમાં અરજી કરનારને એડવેન્ચર સંબંધી માહિતી આપવામાં આવશે. એ સાથે જ એડેવેન્ચર માટે કયા સ્થળો પર્યટકોને સૌથી વધારે ગમે છે તે વિશે પણ ઉમેદવારોને માહિતી આપવામાં આવશે.

ઉમેદવારોને આ ફાયદા થશે

 • કોર્સ કરનાર લોકો પર્યટન મંત્રાલયની વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવી શકશે. ત્યાં નામ, શહેર, એડ્રેસ અને રાજ્યની માહિતી આપી શકશે.
 • પર્યટન મંત્રાલયની વેબસાઇટ પર જે તે વિસ્તારના ટૂરિસ્ટ ફેસિલિટેટરની માહિતી હશે.
 • મંત્રાલય ઓનલાઇન ટૂરિસ્ટ ફેસિલિટેટરનું પ્રચાર-પ્રસાર કરવાનું કામ કરશે.
 • અહીં સંબંધિત પર્યટન સ્થળની મુલાકાતે લઈ જવાની ફીની માહિતી પણ અપાશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો